Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઈગ્લેંડમાં ઔદ્યોગિક ક્રાંતિને આરંભ ૧૦૯ હાડમારી વેઠવાં પડે છે. પિતાના વિકસતા જતા ઉદ્યોગ અને કારખાનાંઓ માટે જ્યારે તેને નાણુંની વધારેમાં વધારે જરૂર હતી તે જ સમયે હિંદમાંથી અઢળક દ્રવ્ય મેળવવામાં ઈંગ્લેંડ ભારે નસીબદાર નીવડ્યું.
કારખાનાંઓ બાંધી રહ્યા પછી બીજી જરૂરિયાત ઊભી થઈ પાકે માલ તૈયાર કરવા માટે કારખાનાંઓને કાચા માલની જરૂર પડી. આ રીતે કાપડ બનાવવા માટે રૂની જરૂર હતી. પણ, કારખાનામાં પેદા થયેલે ન માલ ખપાવવા માટે નવાં બજારની તે એથીયે વિશેષ જરૂર હતી. કારખાનાં પહેલવહેલાં શરૂ કરીને ઇંગ્લંડ એ બાબતમાં બીજા દેશોથી ખૂબ આગળ નીકળી ગયું હતું. પરંતુ તે આટલું બધું આગળ હોવા છતાંયે સહેલાઈથી માલ ખપાવી શકાય એવાં બજારે શોધવામાં તેને ભારે મુશ્કેલી પડી હેત. હિંદુસ્તાન વળી પાછું પિતાની અતિશય નામરજી હોવા છતાં તેની વહારે ધાયું. હિંદના અંગ્રેજોએ અહીંના ઉદ્યોગોને નાશ કરવા તથા બળજબરીથી ઈગ્લેંડનું કાપડ હિંદમાં ઘુસાડવા જે અનેક કાવાદાવા અને યુક્તિપ્રયુક્તિઓ અજમાવ્યાં, એ વિષે હું તને હવે પછી કહીશ. દરમ્યાન, હિંદને કબજે અંગ્રેજોના હાથમાં આવવાથી તથા તેમણે તેને પિતાની જનાઓને અનુકૂળ થવાની ફરજ પાડી તેથી ઇગ્લંડની ઔદ્યોગિક ક્રાંતિને કેવી મદદ મળી એ મહત્વની હકીકત ધ્યાનમાં રાખવા જેવી છે.
૧મી સદી દરમ્યાન ઉગવાદ આખી દુનિયામાં ફેલાઈ ગયે અને બીજા દેશોમાં પણ ઈંગ્લડે થેલી સામાન્ય પદ્ધતિ મુજબ જ મૂડીવાદી ઉદ્યોગેની પ્રગતિ થઈ. મૂડીવાદમાંથી અનિવાર્યપણે નવા સામ્રાજ્યવાદને જન્મ થય; કેમ કે સર્વત્ર પાક માલ તૈયાર કરવા માટે કાચા માલની તથા તૈયાર થયેલે માલ ખપાવવા માટે બજારોની માગ પેદા થઈ હતી. કાઈક દેશને કબજે લે એ કાચો માલ તથા બજાર મેળવવાને સહેલામાં સહેલ માર્ગ હતું. એટલે નવા પ્રદેશે મેળવવા માટે વધારે બળવાન દેશ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થવા લાગી. હિંદુસ્તાન પિતાના તાબામાં હોવાથી તથા તેના દરિયાઈ બળને કારણે એ બાબતમાં પણ ઈગ્લેંડ બીજાઓના કરતાં વધારે નસીબદાર હતું. પરંતુ સામ્રાજ્યવાદ અને તેનાં પરિણામે વિષે તે હું તને હવે પછી કંઈક કહેવાને છું.
ઔદ્યોગિક ક્રાંતિના આગમનથી અંગ્રેજી દુનિયા ઉપર લેકેશિયરના કાપડના મેટા મેટા ઉત્પાદક અને લેઢાના ઉદ્યોગના તથા કેલસાની ખાણના માલિકનું પ્રભુત્વ દિનપ્રતિદિન વધતું ગયું
ક-૧