Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન કારખાનાંઓમાં માલ પેદા કરવાને માટે એથી અનેક ગણુ ધનની જરૂર પડવા લાગી, એ “ઔદ્યોગિક મૂડી'ના નામથી ઓળખાઈ તથા ઓદ્યોગિક ક્રાંતિને પરિણામે જે અર્થ-વ્યવથા ઉદ્દભવી તેને અનુલક્ષીને આજે “મૂડીવાદ” શબ્દ વાપરવામાં આવે છે. આ અર્થવ્યવસ્થામાં મૂડીદાર, એટલે કે મૂડીના માલિકના હાથમાં કારખાનાંઓને કાબૂ હત અને બધે નફે પણ તેમના ગજવામાં જ જ હતે. ઉદ્યોગીકરણને પરિણામે મૂડીવાદ આખી દુનિયામાં ફેલાયે--- રશિયાનું સેવિયેટ પ્રજાતંત્ર અને કદાચ બીજાં એકબે સ્થાને આજે એમાંથી મુક્ત છે. મૂડીવાદ તેની કારકિર્દીને આરંભથી જ ગરીબ અને તવંગરના ભેદે ઉપર ભાર મૂકતે આવ્યો છે. ઉદ્યોગના મંત્રીકરણને પરિણામે ઉત્પાદનનું પ્રમાણ બહુ વધી ગયું અને તેથી સંપત્તિ મેટા પ્રમાણમાં પેદા થવા લાગી. પરંતુ આ નવી સંપત્તિ તે ગણ્યાગાંઠયા માણસેના એટલે કે નવા ઉદ્યોગોના માલિકના હાથમાં ગઈ. મજૂરો તે ગરીબના ગરીબ જ રહ્યા. ઘણુંખરું હિંદુસ્તાન તથા બીજા પ્રદેશના શેષણને પરિણામે ઇંગ્લંડના મજૂરના જીવનનું રણ ધીરે ધીરે વધવા પામ્યું. પરંતુ ઉદ્યોગના નફામાં મજૂરવર્ગને હિરો તે ન હતો. ઘોગિક ક્રાંતિ અને મૂડીવાદ એ બંનેએ મળીને ઉત્પાદનના પ્રશ્નને તે ઉકેલ આણે. પરંતુ આ નવી પેદા થયેલી સંપત્તિની વહેંચણીના પ્રશ્નને તેમણે ઉકેલ ન કર્યો. એટલે સંપન્ન અને અકિંચન વચ્ચેનો ગજગ્રાહ ચાલુ રહ્યો એટલું જ નહિ પરંતુ તે વધારે તીવ્ર બને.
૧૮મી સદીના ઉત્તરાધ માં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. અંગ્રેજ લે કે હિંદુસ્તાન તથા કેનેડામાં યુદ્ધ લડી રહ્યા હતા તે જ આ જમાને હતે. એ જ અરસામાં સાત વરસને વિગ્રહ થવા પામ્યો. આ ઘટના એની પરસ્પર એક બીજા ઉપર ભારે અસર થઈ પ્લાસીની લડાઈ બાદ અને ત્યાર પછીના સમયમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની તથા તેના
કરેએ હિંદમાંથી અઢળક પૈસે લૂંટી (લાઈવ તે તને યાદ હશે) ઇંગ્લડ મેક તે ત્યાંના નવા ઉદ્યોગે સ્થાપવામાં ભારે સહાયભૂત નીવડ્યો. હું તને આ પત્રના આરંભમાં કહી ગયું છું કે ઉદ્યોગીકરણ માં શરૂ શરૂમાં તે ખૂબ નાણાંની જરૂર પડે છે. તેમાં અઢળક દ્રવ્ય હેમવું પડે છે અને થોડા વખત સુધી તે તેમાંથી કશું વળતર મળતું નથી. લેનથી અથવા તે બીજી રીતે પૂરતાં નાણાં ન મળી રહે તે ઉદ્યોગ ચાલુ થાય અને તેમાંથી નાણાં મળવા લાગે ત્યાં સુધી એને પરિણામે ગરીબાઈ અને