Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન બહુ આગળ વધી ગયું હતું. યુરોપમાં થયેલાં ધાર્મિક યુદ્ધોને લીધે ધણા પ્રટેટને પિતાને દેશ તથા ઘરબાર તજીને ઇંગ્લંડન આશરો લેવાની ફરજ પડી. જે સમયે સ્પેનના લેક નેધરલૅન્ડઝને બળ કચરી નાખવાને મથી રહ્યા હતા ત્યારે સંખ્યાબંધ કારીગરે ત્યાંથી નાસીને ઇંગ્લંડમાં જઈ વસ્યા. એમ કહેવામાં આવે છે કે એમાંના લગભગ ૩૦,૦૦૦ જેટલા કારીગર પૂર્વ ઇગ્લેંડમાં વસ્યા અને દરેક કારીગરના ઘરમાં એક અંગ્રેજી શિખાઉ ઉમેદવારને રાખવાની શરતે રાણી ઇલિઝાબેથે તેમને ત્યાં વસવાની પરવાનગી આપી. આ વસ્તુઓ
ઝંડને પિતાને સુતરાઉ કાપડ ઉદ્યોગ ખીલવવામાં મદદ કરી. જ્યારે એ ઉદ્યોગ બરાબર જામી ગયે ત્યારે ગ્લના લે એ નેધરલૅન્ડઝ કાપડ પિતાના દેશમાં આવતું બંધ કર્યું. દરમ્યાન નેધરલૅઝ તે હજી પોતાની આઝાદીની જીવસટોસ્ટની લડાઈમાં ગૂંચવાયેલું હતું એટલે તેના ઉદ્યોગ ઉપર ફટકો પડ્યો હતો. આથી હવે એવું બનવા પામ્યું કે, પહેલાં નેધરલેન્ડ ઝનું કાપડ ભરીને સંખ્યાબંધ વહાણે ઇંગ્લંડ જતાં હતાં તે અટકી ગયાં એટલું જ નહિ, પણ હવે એ પ્રવાહ ઊલટી દિશામાં વહેવા લાગે અને હવે ઈગ્લેંડનું કાપડ નેધરલેન્ડ્ઝ જવા લાગ્યું અને દિનપ્રતિદિ તેનું પ્રમાણ વધતું ગયું.
આમ બેલ્જિયમના વાલૂન લેકાએ અંગ્રેજોને કાપડ વણવાને હુન્નર શીખવ્યું. પછીથી ત્યાં હ્યુગેનોટ લેકા – ફ્રાંસના પ્રોટેસ્ટંટ સંપ્રદાયના આશ્રિત – આવ્યા. તેમણે અંગ્રેજોને રેશમ વણવાને હુન્નર શિખ. ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપમાંથી સંખ્યાબંધ નિપુણ કારીગર ઈગ્લેંડ આવી વસ્યા અને તેમની પાસેથી અંગ્રેજો કાગળ. કા, જાતજાતનાં યાંત્રિક રમકડાં તથા નાનાં મોટાં ઘડિયાળો વગેરે બનાવવાના અનેક ઉદ્યોગે શીખ્યા.
આ રીતે યુરેપના આજ સુધી પછાત ગણાતા દેશ ઇંગ્લેંડનું મહત્વે હવે વધ્યું તથા તેની સમૃદ્ધિ પણ વધી. લંડનની પણ ઉન્નતિ થઈ અને માતબર બનતા જતા વેપારીઓ તથા સોદાગરવાળું તે એક ઠીક ઠીક મહત્વનું બંદર બન્યું. એક મજાની વાત ઉપરથી આપણને જણાય છે કે 19મી સદીના આરંભમાં જ લંડન મહત્વનું બંદર તથા વેપારનું મથક બની ગયું હતું. ઈગ્લેંડને રાજા જેમ્સ 1લે પિતાનું માથું ગુમાવનાર ૧લા ચાર્જીને પિતા હતો. તે રાજાઓના ટેવી અધિકાર” તથા આપખુદીને ભારે પુરસ્કર્તા હતે. પાર્લામેન્ટ તથા