Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૮ ઇંગ્લંડમાં ઔદ્યોગિક ક્રાંતિને આરંભ
૨૭ સપ્ટેમ્બર, ૧૯૩૨ હવે મારે તને ઉત્પાદનની પદ્ધતિમાં ભારે પરિવર્તન કરનાર કેટલીક યાંત્રિક શે વિષે કહેવું જોઈએ. આજે આપણે મિલમાં જોઈએ છીએ ત્યારે તે તે યંત્ર સાવ સાદાં લાગે છે. પરંતુ તેમની પહેલવહેલી કલ્પના કરવી અને તેમની શોધ કરવી એ મહામુશ્કેલ વાત હતી. આમાંની પહેલવહેલી શોધ ૧૭૩૮ની સાલમાં થઈ એ સાલમાં “કે”નામના માણસે કપડું વણવા માટે ફટકાથી ચાલતા કાંઠલાની શોધ કરી. આ શોધ પહેલાં વણકરના કાંલામાં રહેલા દેરાને તાણના તારમાંથી ધીરેથી પસાર કરવો પડતો. ફટકાથી ચાલતા કાંઠલાએ આ ક્રિયાને ઝડપી બનાવી અને એ રીતે વણકરનું ઉત્પન્ન બેવડું થઈ ગયું. એને પરિણામે વણકર સૂતરને વધારે પ્રમાણમાં ઉપયોગ કરવા લાગ્યું. આ વધારાની માગને પહોંચી વળવું કાંતનારાઓ માટે વસમું થઈ પડ્યું. અને તેમણે પિતાનું ઉત્પન્ન વધારવાને કંઈક ઉપાય શોધવા માંડ્યો. ૧૭૬૪ની સાલમાં હારઝીઝે “સ્પિનિંગ જેની” એટલે કે કાંતવાનું યંત્ર શોધી કાઢયું એટલે એ મુશ્કેલીને કંઈક અંશે નિવેડે આવ્યું. એ પછી રીચર્ડ આર્થરાઈટ અને બીજાઓએ નવી નવી શેધ કરી. હવે જળ-શક્તિ અને પછીથી બાષ્પશક્તિને ઉપયોગ થવા લાગ્યું. આ બધી શેને ઉપગ પહેલવહેલે સુતરાઉ કાપડના ઉદ્યોગમાં કરવામાં આવ્યો અને પરિણામે ઠેકઠેકાણે કારખાનાંઓ અથવા તે કાપડની મિલે ઊભી થવા લાગી. ઉત્પાદનની આ નવી પદ્ધતિને લાભ ઉઠાવનાર બીજો ઉદ્યોગ ગરમ કાપડ ઉદ્યોગ હતે.
દરમ્યાન ૧૭૬૫ની સાલમાં જેમ્સ વોટે પિતાનું વરાળથી ચાલતું એંજિન બનાવ્યું. આ ભારે મહત્ત્વનો બનાવ હતું અને એને પરિણામે કારખાનાંઓમાં વરાળયંત્રોનો ઉપયોગ થવા લાગ્યો. એને લીધે નવાં ઊભાં થયેલાં કારખાનાંઓમાં હવે કોલસાની જરૂર પડવા લાગી. એટલે હવે કેલસાનો ઉદ્યોગ ખીલવા લાગ્યું. કોલસાના વપરાશને કારણે લેતું ગાળવાની એટલે કે કાચા લેઢાને ગાળીને તેમાંથી શુદ્ધ ધાતુ જુદી