Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મહાન પરિવર્તનને આરે ઊભેલું યુરેપ ૫૯૧ બનાવ વિષે પણ મેં તને કહ્યું છે. પરંતુ ખરી રીતે તે ૧૮મી સદી ત્રણ બનાવ માટે – એમાં થયેલી ત્રણ ક્રાંતિઓ માટે મશહૂર છે. એ ૧૦૦ વરસ દરમ્યાન બનેલા બીજા બનાવો તે આ ત્રણ ક્રાંતિઓની આગળ સાવ ઝાંખા પડી જાય છે અને ક્ષુલ્લક જેવા ભાસે છે. આ ક્રાંતિઓ એ સદીનાં છેવટનાં ૨૫ વરસોમાં થઈ આ ત્રણે ક્રાંતિઓ એક બીજીથી સાવ નિરાળી હતી – એક રાજકીય, બીજી ઔદ્યોગિક અને ત્રીજી સામાજિક હતી. રાજકીય કાંતિ અમેરિકામાં થઈ. એ ત્યાંના બ્રિટિશ સંસ્થાનોને બળ હતું. એને પરિણામે અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનું સ્વતંત્ર પ્રજાતંત્ર સ્થપાયું. એ પ્રજાતંત્ર આપણું જમાનામાં એક બળવાન રાજ્ય બનવાનું હતું. ઔદ્યોગિક ક્રાંતિનો આરંભ ઇંગ્લંડમાં થયું. ત્યાંથી તે પશ્ચિમ યુરોપના દેશમાં અને પછી અન્યત્ર પ્રસરી. એ શાંત ક્રાંતિ હતી પરંતુ તેનાં પરિણમે બહુ જ દૂરગામી આવ્યાં. તથા માનવીના ઇતિહાસકાળની બીજી કોઈ પણ વસ્તુ કરતાં દુનિયાભરના લોકોના જીવન ઉપર એણે વધારે અસર કરી. એને લીધે વરાળથી ચાલતાં પ્રચંડ યંત્રો વપરાશમાં આવ્યાં તથા આખરે ઉદ્યોગવાદને પરિણામે નીપજતી જે અસંખ્ય વસ્તુઓ આજે આપણે આપણી આસપાસ જોઈએ છીએ તે પણ પ્રચારમાં આવવા લાગી. સામાજિક ક્રાંતિ તે કાંસની મહાન ક્રાંતિ. એણે કાંસમાંથી રાજાશાહીને અંત આ એટલું જ નહિ પણ અસંખ્ય વિશિષ્ટ અધિકારને પણ અંત આણ્યો અને પ્રજાના નવા જ વર્ગોને આગળ કર્યા. આ ત્રણે ક્રાંતિઓને આપણે અલગ અલગ અને કંઈક વિગતે અભ્યાસ કરીશું.
આપણે જોયું કે આ મહાન પરિવર્તન થવાની તૈયારીમાં હતાં તે ટાંકણે યુરોપમાં રાજાશાહીની પૂર્ણ કળા હતી. ઈંગ્લેંડ સ્થા હેલેંડમાં પાર્લામેન્ટ હતી ખરી, પરંતુ તેના ઉપર ઉમરા તથા ધનિક વર્ગને કાબૂ હતો. કાયદાઓ તવંગરને અર્થે તથા તેમની મિલકત, હક્કો તથા વિશિષ્ટ અધિકારોનું રક્ષણ કરવાને માટે ઘડવામાં આવતા. કેળવણી પણ કેવળ ધનિક તથા અમીર વર્ગને માટે જ હતી. સાચું પૂછો તે ખુદ આખું રાજ્યતંત્ર જ તેમને ખાતર હતું. એ જમાનાને એક સૌથી મહાન પ્રશ્ન એ ગરીબને પ્રશ્ન હતે. ઉપલા વર્ગોની સ્થિતિમાં કંઈક સુધારે થયે ખરે પરંતુ ગરીબ વર્ગની હાડમારી અને યાતનાઓ તે જેમની તેમ જ રહી અને દિનપ્રતિદિન વધારે ઉગ્ર થતી ગઈ
આખી અઢારમી સદી દરમ્યાન યુરેપની પ્રજાએ ગુલામને