Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫૯૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન એ વિગ્રહમાં ક્રાંસ હારી ગયું એ આપણે આગળ જોઈ ગયાં છીએ. કેનેડામાં પણ ઇંગ્લંડને વિજય થયું. યુરોપમાં ઇંગ્લંડે પિતાને ખાતર લડવાને બીજાઓને પૈસા આપવાની નીતિ અખત્યાર કરી. એ નીતિ માટે ઈગ્લેંડ નામીચું થયું છે. મહાન ક્રેડરિક ગ્લંડને મિત્ર હતા.
સાત વરસના વિગ્રહનું પરિણામ ઇગ્લેંડ માટે બહુ લાભકારક નીવડયું. હિંદુસ્તાન તેમ જ કેનેડામાં તેને કોઈ યુરોપિયન હરીફ રહ્યો નહિ. સમુદ્ર ઉપર પણ તેના નૌકાકાફલાની સરસાઈ સ્થાપિત થઈ આમ, ઇગ્લેંડ પિતાનું સામ્રાજ્ય વિસ્તારીને દુનિયાની પ્રધાન સત્તા બનવાની સ્થિતિમાં આવ્યું. પ્રશિયાનું મહત્ત્વ પણ વધી ગયું
આ વિગ્રહથી યુરોપ ફરી પાછું લેથ થઈ ગયું અને આખા ખંડ ઉપર ફરી પાછી શાંતિ પથરાઈ હોય એમ ભાસવા લાગ્યું. પરંતુ આ શાંતિ પ્રશિયા, ઑસ્ટ્રિયા તથા રશિયાને પિોલેંડનું રાજ્ય ઓહિયાં કરી જતાં ન રોકી શકી. પિોલેંડ આ સત્તાઓની સામે લડી શકવાની સ્થિતિમાં નહોતું અને આ ત્રણ વરૂઓ તેના ઉપર તૂટી પડ્યાં અને અનેક વખત તેના ભાગલા પાડીને એક સ્વતંત્ર દેશ તરીકેની પોલેંડની હસ્તીને તેમણે અંત આણે. આ રીતે ૧૭૭૨, ૧૭૯૩ અને ૧૭૯૫ની સાલમાં એમ ત્રણ વખત પિલેંડના ભાગલા પાડવામાં આવ્યા. પહેલી વખતના ભાગલા પછી પોલ લેકેએ પિતાના દેશમાં સુધારા કરવાને તથા તેને બળવાન બનાવવાને ભારે પ્રયાસ કર્યો. તેમણે પાર્લમેન્ટની સ્થાપના કરી તથા કળા અને સાહિત્યની પણ ત્યાં પુનર્જાગ્રતિ થઈ. પરંતુ પોલેંડની આસપાસના નિરંકુશ રાજાઓ ચાખેલ થઈ ગયા હતા એટલે હવે તેઓ પાછા હઠે એમ નહોતું. વળી, પાર્લામેન્ટ માટે તે તેમને પ્રેમ ઊભરાતો નહોતો જ. એટલે, પિલ લેકો જ્વલંત રાષ્ટ્રભક્તિથી પિતાના મહાન યુદ્ધ કૌસિયરકોની આગેવાની નીચે ભારે બહાદુરીથી લડ્યા હતાંયે ૧૭૯૫ની સાલમાં પિલંડ યુરોપના નકશામાંથી અદશ્ય થઈ ગયું. પોલેંડ નકશા ઉપરથી તે અદશ્ય થઈ ગયું, પરંતુ પિલ લેકેએ પિતાની રાષ્ટ્રભાવના જાગ્રત રાખી તથા સ્વતંત્રતાની ઝંખના કાયમ રાખી. આખરે ૧૨૩ વરસ પછી સ્વાતંત્ર્ય માટેનું તેમનું સ્વપ્ન ફળ્યું. મહાયુદ્ધ પછી પિલેંડ એક સ્વતંત્ર દેશ તરીકે ફરીથી આગળ આવ્યું.
હું ઉપર કહી ગયે કે ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપમાં પ્રમાણમાં શાંતિ પ્રવર્તતી હતી. પણ એ શાંતિ લાંબા કાળ ટકી નહિ. એ તે કેવળ ઉપર ઉપરની શાંતિ હતી, ૧૮મી સદીમાં બનેલા કેટલાક