Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
યુરાપમાં નવા અને જૂના વિચારાનું યુદ્ધ
૫૭
આજે તે રાજાએ લગભગ અદૃશ્ય થઈ ગયા છે અને જે થાડા રહ્યા છે તે કશી સત્તા વિનાના અને ભૂતકાળના અવશેષ રૂપ છે. આજે તે આપણે સહેજે તેમની અવગણના કરી શકીએ. પણ તેમના કરતાં વધારે જોખમકારક એવા ખીજા લેાકાએ આજે તેમની જગ્યા લીધી છે, તથા નવા જમાનાના આ સામ્રાજ્યવાદીઓ અને તેલ, લોઢું, ચાંદી અને સાનું વગરે વસ્તુના આજના રાજાઓને માટે ગરુડની સત્તા હજી પણ બંધ બેસતી આવે છે.
આ કાળના રાજાના અમલ દરમ્યાન યુપનાં રાજ્યા એકકેન્દ્રી તથા બળવાન બન્યાં. ચૂડલ વ્યવસ્થાના લૉર્ડ અને વૅસલના જૂના ખ્યાલા નષ્ટ થયા હતા અથવા તે નષ્ટ થવાની તૈયારીમાં હતા. એને ઠેકાણે દેશ એ એક અને અવિભાજ્ય ઘટક છે એવા ખ્યાલ • ઉદ્ભવ્યા. રિશેલિયા તથા મૅઝેરીન નામના બે અત્યંત નિપુણ પ્રધાનાના અમલમાં ફ્રાંસ આ બાબતમાં અગ્રણી બન્યું. આમ રાષ્ટ્રીયતા અને કંઈક અંશે દેશભક્તિની ભાવનાના ઉદ્ય થયા. આજ સુધી મનુષ્યના વનમાં ધમ મહત્ત્વને સ્થાને હતા, પરંતુ તેનું મહત્ત્વ હવે ઘટી ગયું અને આ નવા ખ્યાલાએ તેનું સ્થાન લીધું. એ વિષે હું તને આ પત્રમાં કઈક કહેવા ધારું છું.
સત્તરમી સદીનું મહત્ત્વ વળી એથી પણ વિશેષ છે; કેમ કે એ સમય દરમ્યાન અર્વાચીન વિજ્ઞાનના પાયા નંખાયા અને વેપાર તથા માલનું બજાર જગદ્યાપી બની ગયું. આ નવા અસ્તિત્વમાં આવેલા વ્યાપક બજારે સ્વાભાવિક રીતે જ યુરોપની અવ્યવસ્થા ઉથલાવી નાખી અને આ નવા બજારને લક્ષમાં રાખીએ તો જ પછી યુરેપ, એશિયા તથા અમેરિકામાં જે બનવા પામ્યું તે આપણે સમજી શકીએ. જરા પાછળથી વિજ્ઞાનના વિકાસે આ જગવ્યાપી બજારની માંગ પૂરી પાડવા માટેનાં સાધના પૂરાં પાડ્યાં.
૧૮મી સદીમાં, ખાસ કરીને ઇંગ્લેંડ અને ફ્રાંસ વચ્ચેની સંસ્થાને તથા સામ્રાજ્ય માટેની હરીફાઈ ને કારણે યુરોપ જ નહિ પણ કૅનેડા અને હિંદુસ્તાનમાં પણ વિગ્રહ જાગ્યા એ આપણે જોઈ ગયાં. આ વિગ્રહ પછી એ સદીના વચગાળામાં વળી પાછા કઈક શાંતિના કાળ આવ્યો. ઉપર ઉપરથી તે યુરેપમાં સંપૂર્ણ શાંતિ અને સ્વસ્થતા માલૂમ પડતાં હતાં. યુરોપના બધા રાજદરબારો વિનીત અને સભ્ય સ્ત્રીપુરુષોથી ઊભરાતા હતા. પરંતુ આ કેવળ ઉપર ઉપરની જ શાંતિ
૬-૩પ