Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન જોઈ ગયાં. સત્તરમી સદીના મધ્ય ભાગમાં (૧૬૪૮ની સાલમાં) વેસ્ટફેલિયાની સંધિ થઈ જેને પરિણામે ૩૦ વરસના ભીષણ વિગ્રહને અંત આબે તથા એક વરસ બાદ ઇંગ્લંડના આંતરવિગ્રહને અંત આબે અને પહેલા ચાન્સે પિતાનું માથું ગુમાવ્યું. એ પછી યુરોપમાં કંઈક સુલેહશાંતિનો યુગ શરૂ થશે. યુરોપ ખંડ હવે થાકીને લેથ થઈ ગયે હતો. અમેરિકામાંનાં તથા એવાં બીજાં સંસ્થા સાથેના વેપારને લીધે યુરોપમાં પુષ્કળ ધન ઘસડાઈ આવ્યું. એને લીધે લોકોને રાહત મળી તથા ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચેની તંગદિલી પણ કંઈક ઓછી થઈ
૧૬૮૦ની સાલમાં ઈગ્લેંડમાં શાંત ક્રાંતિ થઈ જેને પરિણામે રજા જેમ્સને હાંકી કાઢવામાં આવ્યો અને પાર્લામેન્ટને વિજય થયો. પાર્લામેન્ટ ખરી છત તે ૧લા ચાર્લ્સ સાથેના આંતરવિગ્રહમાં મેળવી હતી. આ શાંત ક્રાંતિએ તે ૪૦ વરસ પૂર્વે તરવારને બળે જે નિર્ણય હાંસલ કરવામાં આવ્યો હતો તેને માત્ર સબળ બનાવ્યો.
આમ ઈગ્લેંડમાં તે રાજાનું મહત્વ ઘટી ગયું પરંતુ હેલેંડ તથા સ્વિટ્ઝરલેંડ જેવા થડા નાના પ્રદેશે બાદ કરતાં યુરોપ ખંડમાં તે પરિસ્થિતિ સાવ ઊલટી હતી. ત્યાં આગળ તે હજી આપખુદ અને બેજવાબદાર રાજાઓને જમાને ચાલતું હતું અને ક્રાંસને રાજા ૧૪ લૂઈ આદર્શરૂપ તથા રાજાઓને માટે અનુકરણ કરવા ગ્ય સર્વગુણસંપન્ન લેખાતું હતું. યુરોપ ખંડમાં સત્તરમી સદી એ ૧૪મા લૂઈની સદી ગણી શકાય. પિતાના વર્ગ ઉપર જે આફત તળાઈ રહી હતી તેની લેશમાત્ર પણ દરકાર કર્યા વિના તથા ઇંગ્લંડના રાજાની જે બૂરી દશા થઈ તે ઉપરથી પણ ધડ ન લેતાં યુરોપના રાજાઓ પૂરેપૂરા દબદબા અને બેવકૂફીથી આપખુદ શાસક અને જુલમગારેના ભાગ ભજવી રહ્યા હતા. દેશની સારી દેલત તથા સત્તાના તેઓ ઘણી છે એ તેમને દા હો અને સમગ્ર દેશને તેઓ પિતાની ખાનગી માલિકીની જાગીર સમાન લેખતા હતા. લગભગ ૪૦૦ વરસ પૂર્વે ઈસ્મા ના ના એક પ્રખ્યાત ડચ વિદ્વાને લખ્યું હતું કેઃ
સમજુ પુરુષોને બધાં પક્ષીઓમાં માત્ર ગરુડ પક્ષી જ રાજવના નમૂના રૂપ લાગ્યું છે, કે જે દેખાવે સુંદર નથી, સુરીલું નથી, તેમ જ ખાવાને ગ્ય પણું નથી, પરંતુ જે માંસાહારી, ખાઉધરું, સૌની ધૃણાને પાત્ર અને સૌથી બૂરું છે તથા નુકસાન કરવાની ભારે શક્તિ ધરાવે છે અને એમ કરવામાં તે બધાં પક્ષીઓને ટપી જાય છે