Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
'૫૦૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન આવરી લીધાં. એટલે ધાર્મિક માન્યતાઓની બાબતમાં એકબીજાનાં માથાં ફેડવાની આદત યુરોપના લેકેએ હવે છોડી દીધી (જો કે સંપૂર્ણ પણે તે નહિ જ) અને તેને બદલે આર્થિક અને સામાજિક પ્રશ્નો ઉપર એકબીજાનાં માથાં ફોડવાનું શરૂ કર્યું.
યુરોપના એ ધાર્મિક જમાના સાથે આજના હિંદુસ્તાનની તુલના રસપ્રદ અને બોધપ્રદ થઈ પડશે. કેટલીક વાર પ્રશંસા અને કેટલીક વાર ઉપહાસ કરવા માટે હિંદને ધાર્મિક તથા આધ્યાત્મિક દેશ કહેવામાં આવે છે. એને યુરોપ સાથે મુકાબલે કરવામાં આવે છે અને તેને અધાર્મિક તથા જીવનની મેજમજાની વસ્તુઓને શેખીન લેખવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આ ધાર્મિક' હિંદુસ્તાન – હિંદીઓની દષ્ટિને ધર્મ કુંઠિત કરે છે તેટલા પ્રમાણમાં તે --- અને ૧૬મી સદીના યુરોપ વચ્ચે આશ્ચર્યજનક સામ્ય છે. અલબત, આ તુલના બહુ આગળ સુધી લઈ જવાય એમ નથી. ધાર્મિક શ્રદ્ધા અને માન્યતાની બાબતેને આપણે વધારે પડતું મહત્ત્વ આપીએ છીએ તથા રાજકીય તથા આર્થિક સવાલેને આપણે ધાર્મિક મંડળનાં હિતિ સાથે સંડવીએ છીએ તેને, તેમ જ આપણે કેમ ઝઘડાઓ અને એવા બીજા સવાલે વિચાર કરતાં મધ્યકાલીન યુરોપના જેવી પરિસ્થિતિ આજે આપણે ત્યાં પ્રવર્તે છે એમ સ્પષ્ટપણે કહી શકાય. વ્યવહારદક્ષ અને જડવાદી યુરોપ તથા આધ્યાત્મિક અને પરલેકપરાયણ પૂર્વના દેશે એ કઈ ભેદ જ નથી. ઉભય વચ્ચે સાચે ભેદ આ છે: એક બાજુ ઘોગિક અને સંપૂર્ણપણે યંત્રીકરણ કરનારા તથા તેમાંથી નીપજતી સારી નરસી વસ્તુઓ સહિતના પશ્ચિમના દેશે છે અને બીજી બાજુએ ઉદ્યોગીકરણની પૂર્વની અવસ્થા જ્યાં વર્તે છે એવા ખેતીપ્રધાન પૂર્વના દેશે છે.
યુરોપમાં આ સહિષ્ણુતા અને બુદ્ધિવાદના વિકાસની પ્રગતિ બહુ ધીમેધીમે થઈ. આરંભમાં તે એને પુસ્તકોની ઝાઝી મદદ ન મળી કેમ કે ખ્રિસ્તી ધર્મની જાહેર રીતે ટીકા કરતાં લેકે ડરતા હતા. એમ કરવું એટલે કે કેદ અથવા તે એવી બીજી કઈ શિક્ષા વહેરી લેવી. એક જર્મન ફિલસકને કન્ફયુશિયસની વધારે પડતી પ્રશંસા કરવાના ગુના માટે પ્રશિયામાંથી દેશપાર કરવામાં આવ્યું હતું. એથી ખ્રિસ્તી ધર્મની નાલેશી થાય છે એ અર્થ તેની એ પ્રશંસા કરવામાં આવ્યો હતો. આમ છતાં પણ ૧૮મી સદીમાં આ નવા વિચારો જેમ જેમ વધારે ને વધારે સ્પષ્ટ તથા સાર્વત્રિક થતા ગયા તેમ તેમ એને અંગેનાં પુસ્તક