Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
પ૮૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન થયું હતું અને તેણે પણ ઓસ્ટ્રિયા જેટલું જ મહત્ત્વ પ્રાપ્ત કર્યું હતું. ઓસ્ટ્રિયાની રાજગાદીના વારસા માટે યુદ્ધો થયાં હતાં અને લાંબા સમય સુધી મારિયા થેરેસા નામની એક સ્ત્રી એ ગાદી ઉપર રહી હતી.
તને યાદ હશે કે ૧૬૪૮ની વેસ્ટફેલિયાની સંધિને પરિણામે પ્રશિયા યુરોપનું એક મહત્ત્વનું રાજ્ય બન્યું હતું. ત્યાં આગળ હેહેનોલર્ન રાજવંશ શાસન કરતા હતા અને તે બીજા જર્મન રાજવંશ – એસ્ટ્રિયાના હસબર્ગ વંશ – ની સરસાઈ સામે વાંધો ઉઠાવતા હતા. છેતાળીસ વરસ સુધી (૧૭૪૦થી ૧૭૮૬) ફ્રેડરિક નામના રાજાએ પ્રશિયા ઉપર રાજ્ય કર્યું હતું. તેણે મેળવેલા લશ્કરી વિયેને કારણે તે મહાન ફ્રેડરિક તરીકે ઓળખાય છે. યુરોપના બીજા બધા રાજાઓની જેમ તે પણ નિરંકુશ અને આપખુદ શાસક હતા, પરંતુ તે ફિલસુફ હોવાનો ડોળ કરતે હો તથા તેયરની મૈત્રી સંપાદન કરવાને પ્રયાસ કરતો હતો. તેણે બળવાન સૈન્ય તૈયાર કર્યું હતું અને તે પોતે કુશળ અને સફળ સેનાપતિ હતા. તે પોતાને બુદ્ધિવાદી તરીકે ઓળખાવતો હતું, અને તેણે એમ કહ્યું હોવાનું કહેવાય છે કે, “પ્રત્યેક વ્યક્તિને તેને ઠીક લાગે તે માર્ગે સ્વર્ગ પ્રાપ્ત કરવાની છૂટ હોવી જોઈએ.'
- ૧૭મી સદીથી માંડીને ત્યાર પછીના કાળમાં ક્રાંસની સંસ્કૃતિએ યુરોપભરમાં પિતાનું પ્રભુત્વ જમાવ્યું. ૧૮મી સદીના વચગાળાનાં વરસે દરમ્યાન એની અસર એથીયે વિશેષ પ્રમાણમાં જણાવા લાગી અને વિતેયરે આખા યુરોપમાં ભારે નામના મેળવી. ખરે જ, કેટલાક લેક તે એ સદીને “વૈતેયરની સદી” તરીકે ઓળખાવે છે. યુરેપના બધા રાજદરબારોમાં, પછાત પીટર્સબર્ગમાં પણ ફ્રેંચ સાહિત્ય વંચાતું હતું તથા સંસ્કારી અને શિક્ષિત વર્ગના લેકે ફ્રેંચ ભાષામાં જ લખવાનું તેમ જ બલવાનું પસંદ કરતા. આમ, પ્રશિયાના રાજા મહાન ફ્રેડરિક પણ મોટે ભાગે ફ્રેંચ ભાષામાં જ લખતે તથા બોલતે. તેણે તો ફ્રેંચ ભાષામાં કવિતાઓ લખવાને પણ પ્રયાસ કર્યો હતે. એ કવિતાઓ તે વલ્લેયર પાસે સુધરાવવા તથા મહારાવવા ચહાતા હતો.
પ્રશિયાની પૂર્વમાં રશિયા હતું. પછીનાં વરસમાં તેણે જે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું તેનો હવે આરંભ થઈ ચૂક્યો હતો. ચીનના ઇતિહાસ વિષે વાત કરતાં હતાં ત્યારે રશિયા, સાઈબેરિયા વટાવી છે? પ્રશાન્ત મહાસાગર સુધી કેવી રીતે વિસ્તર્યું તથા તેની પાર અલાસ્કા સુધી પહોંચ્યું તે આપણે જોઈ ગયાં છીએ. સત્તરમી સદીના