Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મહાન પરિવતાને આરે ઊભેલું યુરેપ ૫૮૭ છેવટના ભાગમાં રશિયામાં મહાન પીટર નામને સમર્થ રાજા થયો. રશિયાને મંગલે તરફથી વારસામાં મળેલા પુરાણા રીતરિવાજો અને રૂઢિઓ તથા મંગેલ દૃષ્ટિને પીટર દૂર કરવા ચહાતા હતા. પીટર રશિયાનું “પશ્ચિમીકરણ” કરવા એટલે કે તેને પશ્ચિમ યુરોપના દેશોની હરોળમાં લાવવા ઈચ્છતા હતા. એટલા ખાતર તેણે પિતાનું જૂનું પાટનગર મૈચ્છે છોડી દીધું, કેમ કે ત્યાં આગળ તો પુરાણી પરંપરા પ્રચલિત હતી અને તેણે પિતાને માટે એક નવું શહેર તથા પાટનગર વસાવ્યું. આ નવું શહેર તે સેન્ટ પીટર્સબર્ગ. તે ઉત્તરમાં નવા નદીને કાંઠે ફિનલૅન્ડના અખાતની અણી ઉપર આવેલું છે. એ શહેર સોનેરી ઘુમ્મટવાળા ઍ તિાં સાવ નિરાળું હતું. પશ્ચિમ યુરોપનાં મોટાં મોટાં શહેરેને તે વધારે મળતું હતું. પીટર્સબર્ગ “પશ્ચિમીકરણના એક પ્રતીકરૂપ બની ગયું અને રશિયા હવે યુરોપના રાજકારણમાં વધારે ને વધારે ભાગ લેવા લાગ્યું. કદાચ તું જાણતી હશે કે પીટર્સબર્ગ નામ આજે રહ્યું નથી. છેલ્લાં વીશ વરસ દરમ્યાન એ શહેરનું નામ બે વખત બદલાયું છે. પહેલી વાર એનું નામ પડ્યાદ રાખવામાં આવ્યું અને ત્યાર પછી બીજી વાર એનું નામ લેનિનગ્રાદ પાડવામાં આવ્યું. આજે એનું એ જ નામ પ્રચલિત છે.
મહાન પીટરે રશિયામાં ઘણું ફેરફાર કર્યા. એમાને તને રસ પડે એ એક જ ફેરફાર હું તને જણાવીશ. તે સમયે રશિયામાં સ્ત્રીઓને ઘરમાં પૂરી રાખવાને ‘ટેરમ” નામનો પ્રચલિત રિવાજ તેણે બંધ કરાવ્યું. પીટરની નજર હિંદુસ્તાન તરફ પણ હતી અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તે હિંદનું મહત્ત્વ પિછાનતા હતા. પિતાના વસિયતનામામાં તેણે લખ્યું છે કે, “એ લક્ષમાં રાખવું કે હિંદને વેપાર એ આખી દુનિયાને વેપાર છે; અને તેને એકહથ્થુ કાબૂ જેના હાથમાં હોય તે યુરોપને સરમુખત્યાર છે.” હિંદ ઉપર પ્રભુત્વ મેળવ્યા પછી ઈંગ્લેંડનું સામર્થ્ય અતિશય ત્વરાથી વધી ગયું એ જોતાં પીટરના છેવટના શબ્દ સાચા ઠર્યા. હિંદુસ્તાનના શેષણથી ઇગ્લેંડને પ્રતિષ્ઠા તથા સંપત્તિ સાંપડ્યાં અને એને પરિણામે તે દુનિયાનું આગેવાન રાજ્ય બન્યું.
એક બાજુ પ્રશિયા અને આણ્યિા તથા બીજી બાજુ રશિયા વચ્ચે પોલેંડ હતું. પોલેંડ બહુ પછાત દેશ હતા અને તેમાં ગરીબ ખેડૂતની વસ્તી હતી. ત્યાં આગળ વેપાર કે હુન્નરઉદ્યોગનું નામ સરખું પણું નહોતું, તેમ જ મોટાં શહેરે પણ નહોતાં. એનું રાજબંધારણ બહુ