Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદમાં અંગ્રેજોને પોતાના હરીફે ઉપરનો વિજય પપ૯ તેઓ એક પછી એક નવા નવા નવાબે બનાવવા લાગ્યા. દરેક નવાબ બદલતી વખતે તેમને લાંચ તથા અઢળક ભેટ મળતી. વળી, રાજ્યતંત્ર ચલાવવાની તેમની જવાબદારી નહોતી. તે તે અવારનવાર બદલાતા રહેતા બિચારા નવાબનું કામ હતું; તેમનું કામ તે બની શકે એટલી રાથી તાવંત બનવાનું હતું.
થોડાં વરસ પછી ૧૭૬૪ની સાલમાં અંગ્રેજોને બકસર આગળ બીજી એક લડાઈમાં ભારે વિજય મળે. એને પરિણામે દિલ્હીને નામને સમ્રાટ તેમને વશ થયા. તેમણે તેને પિતાને પેન્શનર બનાવી દીધું. હવે બંગાળ તથા બિહાર ઉપર અંગ્રેજોએ સંપૂર્ણ આધિપત્ય જમાવ્યું અને ત્યાં આગળ તેમને કઈ વિધી ન રહ્યો. દેશમાંથી જે અઢળક ધન તેઓ લૂંટી રહ્યા હતા તેનાથી તેમને સંતોષ ન થયે અને પૈસા મેળવવાના નવા નવા કિસ્સાઓ તેમણે શોધવા માંડ્યા. દેશના આંતરિક વેપાર સાથે તેમને કશી લેવાદેવા નહોતી. પરંતુ હવે તેમણે માલની અવરજવર અંગેની જકાત ભર્યા વિના જ એ વેપાર કરવાને પણ આગ્રહ રાખે. દેશની બનાવટના વેપારમાં પડેલા બીજા બધા જ વેપારીઓને તે આ જકાત ભરવી પડતી. હિંદના ઉદ્યોગ તથા વેપાર ઉપર અંગ્રેજોએ લગાવેલે આ પહેલે ફટકે હતો.
હવે ઉત્તર હિંદમાં સ્થિતિ એવી થઈ કે અંગ્રેજે ત્યાં આગળ તવંગર અને સત્તાધારી તે બન્યા પરંતુ તેમને શિરે જવાબદારી કશી નહતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લૂંટાર વેપારીઓને ન્યાયસરને વેપાર તથા અન્યાયી વેપાર અને ઉઘાડી લૂંટ એ બધાને ભેદ પાડવાની લેશમાત્ર પરવા નહોતી. આ એ જમાને હતું કે જ્યારે અંગ્રેજો હિંદમાંથી અઢળક દેલત લઈને ઇંગ્લંડ પાછા ફરતા અને પિતાને “નવાબ” કહેવડાવતા હતા. જે તેં થેંકની “વેનિટી ફેર' નામની નવલકથા વાંચી હશે તે ત્યાંના આવા એક ઘમંડી અને ફૂલણજી “નવાબને તને પરિચય થયો હશે.
- રાજકીય અંધેર અને અનિશ્ચિતતા, વરસાદને અભાવ તથા અંગ્રેજોની બધું ઓહિયાં કરી જવાની નીતિ આ બધાને કારણે ૧૭૭૦ની સાલમાં બિહાર તથા બંગાળમાં અતિશય ભીષણ દુકાળ પડ્યો. એમ કહેવાય છે કે એ પ્રદેશની ત્રીજા ભાગ કરતાંયે વધારે વસ્તી એ દુકાળથી નાશ પામી. આ ભયંકર મરણસંખ્યાને તું જરા ખ્યાલ તે કરી ! કેટલાં લાખ માણસો ભૂખમરાથી રિબાઈ રિબાઈને આ