Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫૧૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન પૂર્વમાં સાઈબેરિયાના વિસ્તૃત મેદાને તરફ તે ફેલાતું જતું હતું. હવે એ બંને સામ્રાજ્ય સાઈબેરિયામાં એકઠાં થાય છે.
એશિયામાં મંગલ લેકનું ઝડપથી કમજોર બની જવું અને નાશ પામવું એ ઈતિહાસની એક અસાધારણ ઘટના છે. જેઓ એશિયા તેમ જ યુપને ખૂંદી વળ્યા હતા તથા ચંગીઝ અને તેના વંશજોની આગેવાની નીચે જાણીતી દુનિયાને ઘણોખરે ભાગ જેમણે જીતી લીધે હતે તે મંગલ લેકે અજ્ઞાતમાં અલેપ થઈ ગયા. તૈમુરના વખતમાં વળી પાછા તેઓ બેઠા થયા પરંતુ તૈમુરના સામ્રાજ્યને તેના મરણની સાથે જ અંત આવ્યું. એના પછી તૈયુરિયા નામથી ઓળખાતા એના કેટલાક વંશજો મધ્ય એશિયામાં રાજ્ય કરતા હતા. અને આપણે જાણીએ છીએ કે તેમના દરબારમાં ચિત્રકળાની એક બહુ મશહૂર પદ્ધતિ ખીલી હતી. હિંદમાં આવનાર બાબર પણ તૈમુરનો વંશજ હતે. પરંતુ તૈમુરિયા રાજાઓ રાજ્ય કરતા હોવા છતાં રશિયાથી માંડીને પિતાના વતન મંગેલિયા સુધીના એશિયાના સમગ્ર પ્રદેશમાં મંગલ
જાતિ ક્ષીણ થઈ ગઈ અને પિતાનું મહત્વ ખોઈ બેઠી. આમ કેમ બન્યું એનું કારણ કેઈ આપી શકતું નથી. કેટલાક કહે છે કે આબેહવામાં ફેરફાર કંઈક અંશે એને માટે જવાબદાર છે; બીજા કેટલાકને વળી એથી ભિન્ન અભિપ્રાય છે. એ ગમે તેમ છે, પણ પહેલાંના આ વિજેતાઓ અને હુમલાખોર ઉપર હવે ચારે તરફથી હુમલા થવા લાગ્યા.
મંગલ સામ્રાજ્ય પડી ભાગ્યા પછી લગભગ ૨૦૦ વરસ સુધી એશિયામાંથી પસાર થતા ઘેરી રાજમાર્ગો બંધ રહ્યા. પણ સોળમી સદીના પાછળના ભાગમાં રશિયાએ જમીનમાર્ગ વાટે પિતાનું એલચી મંડળ ચીન મોકલ્યું. તેમણે મિંગ રાજાઓ સાથે રાજદ્વારી સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તેમને સફળતા ન મળી. એ પછી થોડા જ વખત બાદ “યરમક’ નામના એક રશિયન ધાડપાડુએ કઝાક લે કોની એક ટેળીની સરદારી લઈને યુરલ પર્વત ઓળંગે અને સિબીર નામનું એક નાનકડું રાજ્ય જીતી લીધું. આ રાજ્યના નામ ઉપરથી સાઈબેરિયા નામ પડ્યું છે.
આ બનાવ ૧૫૮૧ની સાલમાં બન્યું અને એ સમય પછી રશિયને પૂર્વ દિશામાં આગળ ને આગળ વધતા જ ગયા. અને લગભગ ૫૦ વરસમાં તે તેઓ છેક પ્રશાન્ત મહાસાગરને કિનારે પહોંચી ગયા ઘેડા જ વખતમાં આમુરની ખીણમાં તેઓ ચીને લેકે જેડે અથડામણમાં