Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
•
ચીનના સમ્રાટનો ઇંગ્લેંડના રાજા ઉપર પત્ર BET
અદા કરવી. અન્નયખીભરી અને કીમતી વસ્તુઓમાં મને રસ નથી. તારા . . . દેશમાં બનેલી ચીજોના મને કશા ઉપયાગ નથી. હું રાજા, તારે મારી આ ભાવનાઓનું સન્માન કરવું ઇંટે તથા ભવિષ્યમાં તારે મારા પ્રત્યે વધારે ભક્તિ અને નિષ્ઠા દાખવવાં જોઈએ કે જેથી મારા સિંહાસનની આણુ નીચે રહીને હવે પછી તારા દેશ સુલેહશાંતિ અને આબાદી પ્રાપ્ત કરી શકે.
(
મારાથી ડરતા રહીને મારી આજ્ઞાનું પાલન કર અને એમાં લેશમાત્ર એન્રરકારી રાખ નહિ ! '
આ ઉત્તર વાંચીને ૩જો જ્યોર્જ તથા તેના પ્રધાના સ્તબ્ધ થઈ ગયા હશે, નહિ ? પરંતુ એ ઉત્તરમાં દર્શાવવામાં આવેલા ચડિયાતી સંસ્કૃતિ પરત્વેના આત્મવિશ્વાસ તથા ગૌરવશાળી સામર્થ્ય ના પાયા પોકળ હતા. ચિયેન-પુંગના અમલ દરમ્યાન મંચૂ . સરકાર બળવાન ભાસતી હતી અને વસ્તુતાએ બળવાન હતી પણ ખરી; પરંતુ બદલાતી જતી અવ્યવસ્થાને કારણે તેને પાયો ખવાતા જતા હતા. જેના મેં આ પૂર્વે ઉલ્લેખ કર્યાં છે તે છૂપાં મડળા પ્રચલિત અસ ંતોષનાં ચિહ્નો હતાં. પણ ખરી મુશ્કેલી તે। એ હતી કે નવી ઉપસ્થિત થયેલી આર્થિક પરિસ્થિતિ સાથે દેશના મેળ સાધવાનો કશો પ્રયાસ કરવામાં આવ્યા નહોતા. પશ્ચિમના દેશોએ આ નવી અર્થવ્યવસ્થામાં આગેવાની લીધી. અને તે બહુ જ ઝડપથી આગળ નીકળી ગયા તથા દિનપ્રતિદિન વધારે ને વધારે બળવાન થતા ગયા. સમ્રાટ ચિમેન—લુંગે ઇંગ્લેંડના રાજા ૩જા
જ્યા ઉપર રુઆબભર્યાં પત્ર લખ્યા ત્યાર પછી ૭૦ વરસ કરતાં પણુ ઓછા સમયમાં ઇંગ્લેંડ તથા ક્રાંસે ચીનને નમાવીને તેના ગ ધૂળમાં રગદોળી નાખ્યા.
એ વાત હવે હું ચીન ઉપરના મારા બીજા પત્ર માટે રાખી મૂકીશ. ૧૭૯૬ની સાલમાં ચિયેન–કુંમનું મૃત્યુ થયું ત્યારે ૧૮મી સદી લગભગ પૂરી થાય છે. પરંતુ એ સદી પૂરી થાય તે પહેલાં અમેરિકા તથા યુરોપમાં અનેક અવનવી ઘટના બની ગઈ. ખરેખર, યુરોપમાં એ દરમ્યાન યુદ્ધ તથા ખીજી મુશ્કેલીઓ ઊભી થવાને કારણે જ પશ્ચિમના દેશાનું ચીન ઉપરનું દબાણ પા'સદી સુધી હળવું બન્યું. એટલે ખીજા પત્રમાં આપણે યુરોપ પહોંચીશું અને ૧૮મી સદીના આરંભથી એની વાત આગળ ચલાવી હિંદુસ્તાન અને ચીનની ધટનાએ સાથે તેના મેળ ખવડાવીશું. પરંતુ આં પત્ર પૂરી કરતાં પહેલાં રશિયાએ પૂર્વ તરફ કરેલી પ્રગતિ વિષે તને થોડું કહીશ. ૧૬૮ની સાલમાં રશિયા અને ચીન