Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૪
ચીનના સમ્રાટના ઇંગ્લેંડના રાજા ઉપર પત્ર
૧૬ સપ્ટેમ્બર, ૧૯૩૨
મયૂ સમ્રાટોએ બહુ લાંબાં આયુષ્ય ભાગવ્યાં હોય એમ જણાય છે. કાંગ—હીના પાત્ર ચિયેન–લુંગ ચોથા મંચૂ સમ્રાટ થયે. તેણે પણ ૧૭૩૬થી ૧૭૯૬ સુધી એટલે કે ૬૦ વરસ જેટલા લાંબા સમય સુધી રાજ્ય કર્યું. તેની અને તેના પિતામહની વચ્ચે બીજી બાબતે માં પણ સામ્ય હતું. સાહિત્યિક પ્રવૃત્તિ અને સામ્રાજ્યની વૃદ્ધિ આ બે બાબતે માં તેને ખાસ રસ હતો. તેણે સંઘરી રાખવા મેગ્ય સાહિત્યની બધી કૃતિઓની સારી પેઠે ખાજ કરાવી. આ બધી કૃતિઓ એકત્ર કરવામાં આવી અને તેમની વિગતવાર યાદી કરવામાં આવી. પરંતુ એને કેવળ યાદી ભાગ્યે જ કહી રાકાય કેમ કે, તેમાં પ્રત્યેક કૃતિ અંગેની જાણવા મળેલી બધી હકીકતા નોંધવામાં આવી હતી અને સાથે સાથે તેનું વિવેચન પણ આપવામાં આવ્યું હતું. શાહી પુસ્તકાલયની આ મહાભારત વિવરણાત્મક યાદીમાં પુસ્તકાના ચાર વિભાગેા પાડવામાં આવ્યા હતા ~~~ કન્ફ્યુશિયસની સ્મૃતિ, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને સામાન્ય સાહિત્ય. દુનિયામાં ક્યાંયે આને જોઢે નથી એમ કહેવાય છે. •
આ સમયમાં ચીની નવલકથા, લઘુકથાઓ અને નાટકો ઇત્યાદિ પણ ખીલ્યાં તથા તેમણે ઊંચુ ધેરણ પ્રાપ્ત કર્યું. એ જ અરસામાં ઇંગ્લેંડમાં પણ નવલકથાનો વિકાસ થઈ રહ્યો હતો એ હકીકત જાણવા જેવી છે. ચીનાઈ માટીનાં વાસણા તથા કળાની તર કૃતિઓની યુરોપમાં ભારે માગ હતી અને યુરોપ તથા ચીન વચ્ચે એ વસ્તુઓના વેપાર નિરંતર ચાલુ હતા. એથી વધારે મજાની હકીકત તા ચાના વેપારની છે. પહેલા માંચૂ સમ્રાટના અમલ દરમ્યાન એના વેપારના આરંભ થયા. ઘણું કરીને ખી∞ ચાર્લ્સના અમલ દરમ્યાન ચા ઇંગ્લેંડમાં દાખલ થઈ. ઇંગ્લેંડના માદૂર રેજતથી લેખક સેમ્યુઅલ પેપીઝે ૧૬૬૦ની સાલમાં પોતાના રેાજનિશીમાં પહેલવહેલી ટી મેટા (ચીની પણું )' પીવા વિષેની નોંધ કરેલી છે. ચાનો વેપાર બહુ