Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચીનને મહાન મંચૂ રાજ
પ૬૭ સાથે કે ગાઢ સંબંધ હતા તે એ હેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું. એથી કરીને સામ્રાજ્યને પરદેશી હુમલા તથા કાવતરાંઓથી બચાવવા * માટે વિદેશી વેપારને મર્યાદિત કરવું જોઈએ તથા ખ્રિસ્તી ધર્મના ફેલાવાને અટકાવવું જોઈએ એવી તે અમલદારે ભલામણ કરી હતી. આ
૧૭૧૭ની સાલમાં આ હેવાલ રજૂ કરવામાં આવ્યું હતું. એ હેવાલ પૂર્વના દેશમાં પરદેશીઓના કાવાદાવા તથા પૂર્વના કેટલાક દેશો વિદેશી વેપાર તથા ખ્રિસ્તી ધર્મના ફેલાવાને મર્યાદિત કરવા શાથી પ્રેરાયા એના ઉપર સારી પેઠે પ્રકાશ નાખે છે. તને યાદ હશે કે આવા જ પ્રકારનું કંઈક જાપાનમાં પણ બન્યું હતું અને એને પરિણામે દેશનાં દ્વાર સદંતર ભીડી દેવામાં આવ્યાં હતાં. ચીની અને બીજી પ્રજાઓ બહુ અજ્ઞાન અને પછાત છે તથા તેઓ વિદેશીઓને ધિક્કારે છે અને વેપારજગારના માર્ગમાં અંતરાયે નાખે છે એવું વારંવાર કહેવામાં આવે છે, પરંતુ ઈતિહાસના આપણું અવલેકને તે આપણને સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે છેક પ્રાચીન કાળથી હિંદ અને ચીન તેમ જ બીજા દેશે વચ્ચે ગાઢ સંપર્ક હતો. એ દેશોમાં વિદેશીઓને કે વિદેશ સાથેના વેપારને ધિક્કારવાનો તે પ્રશ્ન જ નહોતે. લાંબા વખત સુધી પરદેશનાં ઘણાં બજારે હિંદના કાબૂમાં હતાં. પશ્ચિમ યુરેપનાં રાજ્યોએ પરદેશમાં વેપાર કરતી પેઢીઓ મારફતે પોતાનું સામ્રાજ્ય વધારવાની રીત અખત્યાર કરી ત્યાર પછી જ પૂર્વના દેશમાં તેઓ શંકાને પાત્ર બન્યા. ' કેન્ટોનના અમલદારના હેવાલ ઉપર ચીનની વડી રાજસભા (ગ્રાંડ કાઉન્સિલ ઑફ સ્ટેટ)એ વિચારણા કરી અને તેને મંજૂર રાખ્યો. એ પછી સમ્રાટ કાંગ-હીએ તે અનુસાર પગલાં લીધાં અને વિદેશી વેપાર તથા મિશનરી પ્રવૃત્તિને કડકપણે મર્યાદિત કરવાનાં ફરમાને કાઢ્યાં. - હવે હું થોડા વખત માટે ચીન છોડીને તને ઉત્તર એશિયાના પ્રદેશમાં – સાઈબેરિયા – લઈ જઈશ અને ત્યાં આગળ શું બની રહ્યું હતું તેની વાત કરીશ. સાઈબેરિયાને વિશાળ પટ દૂર પૂર્વના ચીન તથા પશ્ચિમે આવેલા રશિયાને જોડે છે. મેં તને જણાવ્યું છે કે ચીનનું મંચૂ સામ્રાજ્ય આક્રમણકારી હતું. મંચૂરિયાને તે અલબત એમાં સમાવેશ થતું જ હતું, પરંતુ મંગેલિયા અને તેની પારના પ્રદેશ સુધી પણ તે વિસ્તર્યું હતું. સુવર્ણ જાતિના મંગલેને હાંકી કાઢયા પછી રશિયા પણ બળવાન અને કેન્દ્રિત રાજ્ય બન્યું હતું. તથા