Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ચીનને મહાન મગ્ન રાજા પપ સાહિત્યવિષયક પ્રવૃત્તિઓને લીધે તે ઈતિહાસમાં અમર થઈ ગયું છે. ૧૬૬૧થી ૧૭૨૨ની સાલ સુધી તે સમ્રાટપદે રહ્યો હતે. આમ તે ૫૪ વરસ સુધી ફ્રાંસના રાજા ૧૪મા લૂઈને સમકાલીન હતા. બંનેએ બહુ લાંબા સમય સુધી રાજ્ય કર્યું પરંતુ ૭૨ વરસ જેટલા લાંબા કાળ સુધી રાજ્ય કરીને લૂઈ એ હરીફાઈમાં આગળ ગયા. એ બનેની તુલના કરવા જેવી છે પરંતુ એ સરખામણીમાં લૂઈ સાવ ઝાંખો જણાય છે. તેણે પિતાના દેશનું સત્યાનાશ વાળ્યું અને તેને ભારે દેવામાં ઉતારીને સાવ કમજોર કરી મૂક્યો. ધર્મની બાબતમાં તે સાવ અસહિષ્ણુ હતે. કાંગ-હી કફ્યુશિયસને ચુસ્ત અનુયાયી હતા પરંતુ બીજા બધા ધર્મો પ્રત્યે તેનું વલણ ઉદારતાભર્યું હતું. એના અમલ દરમ્યાન અથવા કહે કે પહેલા ચાર મંચૂ સમ્રાટોના અમલ દરમ્યાન મિંગ યુગની સંસ્કૃતિને જેમની તેમ રહેવા દેવામાં આવી,–તેમાં કશી દખલ કરવામાં ન આવી. – તેણે તેનું ઊંચું ધરણું જાળવી રાખ્યું અને કેટલીક બાબતમાં તે કંઈક અંશે સુધારે પણ કર્યો. હુન્નર ઉદ્યોગ, કેળા, સાહિત્ય અને કેળવણી વગેરે ક્ષેત્રોમાં મિંગ યુગના જેટલી જ પ્રગતિ ચાલુ રહી. ચીની માટીના અદ્ભુત નમૂનાઓ પણ બનતા રહ્યા. રંગીન છાપકામની શોધ થઈ અને જેસ્યુઈટ પાદરીઓ પાસેથી તાંબા ઉપર કોતરકામ કરવાની - કળા શીખી લેવામાં આવી.
ચીની સંસ્કૃતિ સાથે તેઓ સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ ગયા એ બીનામાં મંચૂ રાજકર્તાઓની દીર્ઘદર્શી રાજનીતિ અને તેમને મળેલી સફળતાનું રહસ્ય સમાયેલું છે. ચીની વિચાર અને સંસ્કૃતિ અપનાવ્યા છતાં ઓછા સંસ્કારી મંચૂઓની તાકાત અને ક્રિયાશીલતા તેમણે ગુમાવ્યાં નહિ. અને એ રીતે કાંગ–હી અસાધારણ અને અજબ પ્રકારના મિશ્રણને નમૂને હતે. સાહિત્ય તેમ જ તત્ત્વજ્ઞાનને તે અઠંગ અભ્યાસી હતું અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રપ રહેતે હતિ તથા કાબેલ અને કંઈક અંશે મુલક છતવાને શેખીન સેનાપતિ પણ હતે. કળા તથા સાહિત્ય ઉપરને તેને અનુરાગ કેવળ ઉપરચેટિયે નહોતે. તેની સાહિત્યિક પ્રવૃત્તિમાં તેની સૂચના અને સામાન્યપણે તેની દેખરેખ નીચે તૈયાર કરવામાં આવેલા નીચે જણાવેલું ત્રણ ગ્રંથ ઉપરથી તેની વિદ્વત્તા અને સાહિત્યક ઉપરના તેના અગાધ પ્રેમ વિષે તને કંઈક ખ્યાલ આવશે.
તને યાદ હશે કે ચીની ભાષા શબ્દોની નહિ પણ સંજ્ઞાઓની બનેલી છે. કાંગ-હીએ ચીની ભાષાને એક કેપ તૈયાર કરાવ્યો. એ એક