Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન રીતે મરણશરણ થયાં હશે ! આખા પ્રદેશના પ્રદેશે નિર્જન બની ગયા અને ખેતર તથા ગામને ઠેકાણે જંગલ ઊગી નીકળ્યાં. ભૂખે મરતા લેકાનેય કોઈએ કશીયે સહાય ન કરી. નવાબની સહાય કરવાની શકિત કે સત્તા નહતી; અથવા કહે કે એમ કરવાની તેની વૃત્તિ નહતી. ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસે શક્તિ અને સત્તા હતાં પરંતુ તેને એવી સહાય આપવાની પિતાની જવાબદારી ન લાગી અને તેની એવી વૃત્તિયે નહોતી. તેમનો તે ધન તેમ જ મહેસુલ એકઠું કરવાને જ ધંધો હતો. અને પિતાનાં ગજવાં તર કરવાની આ ફરજ તેઓ એવી દક્ષતાથી તથા સંતોષકારક રીતે બજાવતા હતા કે જ્યારે એ પ્રદેશની ત્રીજા ભાગ કરયે વધારે વરાતી નાશ પામી હતી એવા ભીષણ દુકાળના કાળમાં પણ જીવતા રહેલાઓ પાસે તેમણે પૂરેપૂરું મહેસૂલ વસૂલ કર્યું! એટલું જ નહિ પણ, તેમણે મહેસૂલ કરતાંયે વધારે રકમ વસુલ કરી અને સરકારી રિપોર્ટ પ્રમાણે તેમણે “જબરદસ્તીથી” એ કામ કર્યું હતું. આ વસ્તુ સાચે જ, હેરત ઉપજાવે એવી છે. આ સ્થાનક આપત્તિના મુખમાંથી ઊગરેલા એ કંગાળ અને ભૂખે મરતા લેક પાસેથી અત્યાચાર અને જબરદસ્તીથી મહેસૂલ વસૂલ કરવાના એ કાર્યમાં રહેલી હેવાનિયત તથા નિષ્ફરતાને પૂરેપૂરો ખ્યાલ આવે મુશ્કેલ છે. - બંગાળ તથા ફ્રેંચ લેકે ઉપર વિજય પ્રાપ્ત કરવા છતાંયે અંગ્રેજોને દક્ષિણમાં ભારે મુસીબતેને સામને કરે પડ્યો. અંતિમ વિજય પ્રાપ્ત કરતા પહેલાં તેમને પરાજ તથા નાશી લેવાં પડ્યાં. મૈસુરને હૈદરઅલી તેમને કટ્ટો દુશ્મન હતું. તે અતિશય કાબેલ તથા ઝનૂની સરદાર હતું, અને તેણે અંગ્રેજોને અનેક વાર હરાવ્યા હતા. ૧૭૬૯ની સાલમાં તેણે એક મદ્રાસના કિલ્લાની દીવાલની નજીક પિતાને અનુકૂળ સુલેહની શરતે કરાવી લીધી હતી. દશ વરસ પછી એને અંગ્રેજોની સામે ફરીથી સારી પેઠે સફળતા મળી હતી અને તેના મરણ પછી તેને પુત્ર ટીપુ સુલતાન અંગ્રેજોના પડખામાં શશી જેમ ખૂંચવા લાગ્યા. ટીપુને પૂરેપૂરો હરાવતાં ઘણાં વરસે લાગ્યા અને બે મૈસર વિગ્રહ લડવા પડ્યા. એ પછી મસૂરના હાલના રાજકર્તાના પૂર્વજને અંગ્રેજોના રક્ષણ ના વાંને રાજા બનાવવામાં આવ્યું.
૧૭૮ની સાલમાં મરાઠાઓએ પણ દક્ષિણમાં અંગ્રેજોને હરાવ્યા હતા. ઉત્તરમાં ગ્વાલિયરને શિંદે સત્તાધારી હતી અને દિલ્હીને રંક તથા હતભાગી બાદશાહ તેની એડી નીચે હતે.