Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ગડબડની શોધમાં જ રહેતા અને હિંદમાં એ સમયે તેની નવાઈ નહતી. દક્ષિણમાં ગાદીના વારસાની બાબતમાં કંઈ તકરાર ઊઠે. તે એક ઉમેદવારને પક્ષ અંગ્રેજોએ અને બીજા પક્ષ લીધે જ જાણે. પંદર વરસના (૧૭૪૬ થી ૧૭૬૧ સુધીના) આ લડાઈટ પછી અંગ્રેજોએ
એ ઉપર વિજય મેળવ્યું. ગમે તે ભાગે હિંદમાં સત્તા જમાવવા ઈચ્છતા અંગ્રેજ સાહસમારોને પોતાના દેશ તરફથી પૂરેપૂરી સહાય મળતી રહી જ્યારે દુલે તથા તેના સાથીઓને ફાંસથી એવી સહાય મળી નહિ. આમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. હિંદના અંગ્રેજોની પાછળ ઇંગ્લંડને વેપારી વર્ગ તથા ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શેર ધરાવનારાઓ હતા. અને તેઓ બ્રિટિશ પાર્લામેન્ટ તથા બ્રિટિશ સરકાર ઉપર દબાણ લાવી શકતા. પરંતુ હિંદના એની ઉપર તે એ સમયે પંદરમાં લૂઈની (મહાન સમ્રાટ ૧૪મા લૂન પિત્ર અને વારસની) સત્તા હતી. અને તે તે મજાથી સત્યાનાશ તરફ વહ્યો જ હતે. અંગ્રેજોએ દરિયા ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું તેની પણ તેમને ભારે સહાય મળી. અંગ્રેજ તથા પંચ એ બંને હિંદી સૈનિકોને લશ્કરી તાલીમ આપતા. તેમને સિપાઈ કહેવામાં આવતા. અને બીજા દેશી સેનિંકા કરતાં તેઓ વધારે શિસ્તવાળ હતા તેમ જ તેમની પાસે વધારે સારાં હથિયાર હતાં તેથી તેમની બહુ ભારે માંગ રહેતી હતી.
એટલે અંગ્રેજોએ હિંદમાં ઇંચને હરાવ્યા અને ચંદ્રગર તથા પોંડીચેરી વગેરે ઇંચ શહેરને સંપૂર્ણ નાશ કર્યો. એ શહેરોને એવી રીતે નાશ કર્યો કહેવાય છે કે, બેમાંથી એકે શહેરમાં મકાનનું એક છાપરું સરખું બાકી રહ્યું નહિ. આ પછી હિંદમાંથી એની સત્તાને લેપ થાય છે પણ તેમણે પંડીચેરી તથા ચંદ્રનગરને ફરીથી કબજે મેળવ્ય તથા એ બંને શહેરે અદ્યાપિ તેમના તાબામાં છે, પરંતુ હિંદમાં હવે તેમનું મહત્વ રહેતું નથી.
આ સમયે અંગ્રેજ તથા ની હરીફાઈનું કેવળ હિંદ જ રણક્ષેત્ર નહોતું. યુરોપ ઉપરાંત કેનેડા તથા બીજા સ્થળોએ પણ તેઓ એકબીજા સાથે લડતા હતા. કેનેડામાં પણ અંગ્રેજો જીત્યા. પરંતુ થોડા જ વખતમાં અંગ્રેજોએ અમેરિકાનાં પિતાનાં સંસ્થાને ગુમાવ્યાં અને અંગ્રેજો વિરુદ્ધ આ સંસ્થાને સહાય કરીને દંએ પિતાનું વેર વાળ્યું. પરંતુ આ બધી બાબતે વિષે તે આ પછીના પત્રમાં આપણે વિગતે વાત કરીશું.