Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિદમાં અગ્રેજોને પેાતાના હરીફા ઉપરના વિજય પ સરહદ તરફથી દુરાની ક્રીથી ચડી આવ્યા અને બીજા કેટલાકાની સહાયથી ૧૭૬૧ની-સાલમાં પાણીપતના પુરાણા રણક્ષેત્ર ઉપર મરાઠાઓના એક મોટા સૈન્યને તેણે સંપૂર્ણ પણે હરાવ્યું. હવે દુરાની ઉત્તર હિંદના પ્રદેશના માલિક બની એડે અને તેને ખાળનાર ખીજી કાઈ પણ સત્તા રહી નહેાતી. પરંતુ તેના વિજયના આ અવસરે તેના પોતાનાં જ લેકાના બળવાને તેને સામને કરવા પડ્યો અને તે સ્વદેશ પાછે ર્યાં.
=
થોડા વખત સુધી તો એમ જ લાગતું હતું કે મરાઠાઓના પ્રભુત્વના દિવસા ભરાઈ ચૂકયા અને તેમની ઝાઝી ગણતરી રહી નહતી. જે મેટી વસ્તુ — હિંદનું સામ્રાજ્ય – પ્રાપ્ત કરવા તે ચહાતા હતા તે તેમણે ગુમાવી હતી. પરંતુ તેઓ કરી પાછા બેટા થયા અને ધીમે ધીમે હિંદની અ ંદરની સૌથી બળવાન સત્તા બન્યા. દરમ્યાન હિંદમાં એથી પણ વધારે ખળવાન બળે કાર્ય કરી રહ્યાં હતાં અને આપણે આગળ ઉપર જોઈશું કે થોડીક પેઢીઓ માટે હિંદનું ભાવિ નક્કી થઈ રહ્યુ હતું. વળી આ જ સમયે કેટલાક મરાઠા સરદારો પણ ઊભા થયા. તેઓ પેશવાઓના આધિપત્ય નીચે હતા એમ મનાતું હતું. ગ્વાલિયરના શિ ંદે એમાં સાથી મુખ્ય હતા. એ ઉપરાંત વડાદરાના ગાયકવાડ અને ઇન્દોરના હોલ્કર હતા.
હવે આપણે ઉપર મેં જે બનાવા વિષે ઉલ્લેખ કર્યાં છે તેના વિચાર કરીશું. ફ્રેંચ અને અ ંગ્રેજો વચ્ચેની લડાઈ એ આ સમયની દક્ષિણ હિંદની સૌથી વધારે મહત્ત્વની બીના છે. અઢારમી સદી દરમ્યાન યુરોપમાં અંગ્રેજો તથા ફ્રેંચે વચ્ચે વારંવાર યુદ્ધો થતાં અને તેમના પ્રતિનિધિએ અહીં હિંદમાં પણ એકબીજા સાથે લડતા. પરંતુ કેટલીક વાર તેા તેમના દેશે વચ્ચે સુલેહ હોય એ સમયે પણ એ બન્ને હિંદમાં એક ખીજા સાથે લડતા. ઉભય પક્ષે સત્તા અને ધનદોલત પ્રાપ્ત કરવા માટે અતિશય ચતુર એવા તોફાની અને કાવતરાખાર માણસો હતા અને સ્વાભાવિક રીતે જ તેમની વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ફ્રેંચને પક્ષે સાથી આગળ પડતા માણસ દુપ્લે હતા અને અંગ્રેજોને પક્ષે ક્લાઈવ હતા. દુપ્લેએ એ રાજ્યો વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડવાની ફાયદાકારક રમત શરૂ કરી. પહેલાં તે પોતાના કેળવાયેલા સૈનિકા તેમને ભાડે આપતા અને પછી તેમને મુલક પચાવી પડતા. આમ ફ્રેંચની લાગવગ તથા પ્રભાવ વધ્યાં. પરંતુ થેાડા જ વખતમાં અંગ્રેજોએ પણ તેની એ રીત અજમાવવા માંડી અને એ રમતમાં તે તેનાથી પણ આગળ વધી ગયા. બંને પક્ષે ભૂખ્યાં ગીધાની પેઠે નિરંતર આવી