Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫૫૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન બળવો તે શમાવી દેવામાં આવ્યું પરંતુ દિનપ્રતિદિન શીખોનું બળ વધતું જ ગયું અને પંજાબમાં તેઓ વધારે ને વધારે સંગઠિત થતા ગયા. પછીથી, એ સદીના છેવટના ભાગમાં રણજિતસિંહની આગેવાની નીચે પંજાબમાં શીખ રાજ્ય ઊભું થવાનું હતું.
આ બધાં બંડ ભારે તકલીફ દેનારાં હતાં એ ખરું, પરંતુ મોગલ સામ્રાજ્ય માટે ખરે ભય તે દક્ષિણમાં મરાઠાઓની વધતી જતી સત્તા તરફથી આવ્યું. શાહજહાંના અમલ દરમ્યાન પણ શાહજી ભોંસલે નામને એક મરાઠા સરદાર સારી પેઠે તકલીફ આપી રહ્યો હતો. તે અહમદનગરના રાજ્યને એક અમલદાર હતા, અને પાછળથી બિજાપુરની નોકરીમાં રહ્યો હતો. પરંતુ મરાઠાઓના ગેરવરૂપ તેના પુત્ર શિવાજીએ મોગલ સામ્રાજ્યને ખરેખરું ભયભીત કરી મૂક્યું. તેને જન્મ ૧૬૨૭ની સાલમાં થયે હતે. તે ૧૯ વરસનો થયે ત્યાં તે તેણે પિતાની લૂંટફાટની કારકિર્દી શરૂ કરી. અને પૂના પાસેનો કિલે પહેલવહેલે સર કર્યો. તે શુરવીર સરદાર, ગેરીલા યુદ્ધનીતિને કુશળ નેતા અને ભારે હિંમતવાળો હતો. તેણે પોતાની આસપાસ બહાદુર અને કસાયેલા ઘાટીઓનું એક જૂથ ઊભું કર્યું હતું. તેના આ પહાડી અનુયાયીઓની તેના ઉપર અનન્ય નિષ્ઠા હતી. તેમની સહાયથી તેણે ઔરંગઝેબના ઘણા કિલ્લાએ જીતી લીધા અને તેના સેનાપતિઓને હેરાન હેરાન કરી મૂક્યા. ૧૬૬૫ની સાલમાં તે અચાનક સુરત ઉપર ચડી આવ્યું અને તે શહેર લૂંટી લીધું. ત્યાં આગળ અંગ્રેજોએ આ દરમ્યાન પિતાની કેડી નાખી હતી. એક વખત તેને સમજાવીને ઔરંગઝેબના દરબારમાં આગ્રા લાવવામાં આવ્યો હતો. પરંતુ તેની સાથે સ્વતંત્ર રાજાને છાજતે વર્તાવ કરવામાં ન આવ્યું તેથી તેને અતિશય માઠું લાગ્યું. આગ્રામાં તેને કેદ કરવામાં આવ્યો પરંતુ ત્યાંથી તે છટકી ગયે. આ પછી પણ રાજાને ખિતાબ આપીને ઔરંગઝેબે તેને મનાવી લેવાનો પ્રયત્ન કર્યો.
પરંતુ થોડા જ વખતમાં શિવાજીએ કરીથી લડાઈ આરંભી. દક્ષિણના મેગલ અમલદારે એનાથી એટલા તે ડરી ગયા હતા કે પિતાના રક્ષણ માટે તેઓ શિવાજીને પૈસા આપવા લાગ્યા. મરાઓ જ્યાં
જ્યાં જતા ત્યાંથી વસૂલ કરતા તે ઈતિહાસ પ્રસિદ્ધ “ચોથ - એટલે કે મહેસૂલને ચોથે ભાગ–આ જ હતી. આમ મરાઠાઓની સત્તા દિનપ્રતિદિન વધતી ગઈ અને મોગલ સામ્રાજ્ય નબળું પડતું ગયું. ૧૬૭૪ની સાલમાં રાયગઢ આગળ શિવાજીએ પિતાને રાજા તરીકે વિધિપુરસર