Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન
કઈક વધારે કહીશ. માગલ સામ્રાજ્યના જુદા જુદા ભાગેામાં એ સમયે જેને અધ ધાર્મિક કહી શકાય એવા પ્રકારનાં કેટલાંયે પ્રજાકીય આંદોલને પ્રગતિ કરતાં આપણા જોવામાં આવે છે. આ બધાં આંદોલન અથવા ચળવળા આર ંભમાં તો શાંત હતી કેમ કે તેમને રાજકારણ સાથે ઝાઝી લેવાદેવા નહાતી. આ અરસામાં હિંદી, મરાઠી, પંજાબી વગેરે લોકભાષાઓમાં ગીતો અને ભજન લખાયાં અને લોકપ્રિય થયાં. આ ગીતે અને ભજના જનતાને જાગ્રત કરે છે. લોકપ્રિય ધર્મોપદેશકેાની પાછળ ધાર્મિ ક સંપ્રદાયા સ્થપાય છે. આર્થિક સંકટ અને હાડમારી ધીમે ધીમે આ સંપ્રદાયાને રાજકીય પ્રશ્નો તરફ વાળે છે. આખરે રાજ્યસત્તા મોગલ સામ્રાજ્ય – સાથે અથડામણ પેદા થાય છે અને પરિણામે તે સંપ્રદાય ઉપર દમન ગુજારવામાં આવે છે. આ દમન શાંતિપ્રિય ધાર્મિક સંપ્રદાયને એક લડાયક સધ યા દળમાં ફેરવી નાખે છે. શીખાની તેમ જ બીજા કેટલાક સંપ્રદાયોની બાબતમાં એમ જ બન્યું હતું. મરાડા ઇતિહાસ એથી કંઈક વિશેષ ગૂંચવણભર્યાં છે. પરંતુ ત્યાંયે ધર્મ અને રાષ્ટ્રીયતાના સયાગ મોગલોની સામે હથિયાર ઉગામતો આપણી નજરે પડે છે. મોગલ સામ્રાજ્યને અંગ્રેજોએ ઉથલાવી પાડયું નહોતું. આ બધી ધાર્મિક-રાજકીય ચળવળોએ અને ખાસ કરીને તા મરાઠાઓએ તેને ઉથલાવી પાડયું હતું. ઔરંગઝેબની અસહિષ્ણુ રાજનીતિને કારણે આ ચળવળેા બળવાન બની. તેના શાસન વિરુદ્ધ વધતી જતી આ ધાર્મિક જાગ્રતિને લીધે પણ ઔરગઝેબ વધારે કડક અને અસહિષ્ણુ બન્યા હોય એવા પણ સંભવ છે.
છેક ૧૬૬૯ની સાલમાં પણ મથુરાના જાટ ખેડૂતોએ આરગઝેબની સામે બંડ કર્યું હતું. તેમને વારવાર દબાવી દેવામાં આવ્યા પરંતુ ત્રીસ કરતાં પણ વધારે વરસ સુધી એટલે કે આરગઝેબના મરણ પત તેમણે ફરી ફરીને ભંડ કર્યાં જ કર્યું. મથુરા આગ્રાની બિલકુલ નજીક આવેલું છે એ લક્ષમાં રાખજે. આમ સામ્રાજ્યની રાજધાનીની પાસે જ આવાં ખડા થવા લાગ્યાં હતાં. બન્ને મળવા સતનામીએ કર્યાં. આ બહુ સાધારણ સ્થિતિના લેાકાના હિંદુ સપ્રદાય છે. આમ એ પણ ગરીબ વર્ગના લોકોનું મંડ હતું અને ઉમરાવા, સૂબાઓ કે એમના જેવા ખીજાએનાં બડેથી તે ભિન્ન હતું. એ સમયના એક મેગલ અમીર તિરસ્કારપૂર્વક તેનું વર્ણન કરતાં જણાવે છે કે, ‘સોની, સુધાર, ભગી, ખાલપા અને બીજી નીચ જાતિઓના હીન અને લોહીતરસ્યા બડખરાનું