Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
શીખ અને મરાઠા
૫૪૯ વર્ગ ઊભે થયેનહે. વળી ઈગ્લેંડની પેઠે આ વર્ગનું પ્રતિનિધિત્વ ધરાવતી કાઉન્સિલ કે એવી બીજી કોઈ સંસ્થા પણ અહીં નહોતી. અતિશય આપખુદ શાસનને કારણે પ્રજાની મનોદશા સામાન્ય રીતે પરવશ બની ગઈ હતી અને સ્વતંત્રતાના જે કંઈ પ્રાચીન ખ્યાલે હતા તે ભુલાઈ ગયા હતા. આપણે આ જ પત્રમાં જોઈશું કે, આમ છતાં પણ સત્તા હાથ કરવાને માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ પ્રયાસ કંઈક અંશે જાગીરદાર વર્ગો, ચૂડલ વગે, કંઈક અંશે મધ્યમ વર્ગો અને કંઈક અંશે ખેડૂત વર્ગો કર્યા હતા અને એમાંના કેટલાક પ્રયાસ તે સફળ થતા થતા રહી ગયા. પરંતુ ફડલ પ્રથાનું પતન અને સત્તા હાથ કરવાને સમર્થ હોય એવા મધ્યમ વર્ગને ઉદય વચ્ચે અંતર પડી ગયું હોય એમ લાગે છે. આ હકીકત ખાસ કરીને લક્ષમાં રાખવા જેવી છે. જ્યારે જ્યારે પડી ભાંગતી વ્યવસ્થા અને તેને કબજે લેતા વર્ગના ઉદય વચ્ચે આવું અંતર પડી જાય છે ત્યારે જર્મનીમાં થઈ હતી તેવી ઊથલપાથલ અને સંકટ પેદા થાય છે. હિંદુસ્તાનમાં પણ એમ જ બન્યું. નાના નાના રાજાઓ અને રજવાડાઓ દેશ ઉપર આધિપત્ય મેળવવા માટે લડવા લાગ્યા, પરંતુ તેઓ સડવા લાગેલી સમાજવ્યવસ્થાના પ્રતિનિધિઓ હતા એટલે તેમને પાયે જ સલામત નહોતું. તેમને એક નવા જ વર્ગના લોકોને સામને કરવો પડ્યો. તાજેતરમાં જે વર્ગ પિતાના દેશમાં વિજયી થયે હતું તે ઈંગ્લંડના મધ્યમ વર્ગના એ નવા લેકે પ્રતિનિધિ હતા. આ બ્રિટિશ મધ્યમવર્ગ ફ્યુડલ સમાજવ્યવસ્થા કરતાં વધારે સારી સમાજવ્યવસ્થા રજૂ કરતે હતે. એ વર્ગ દુનિયામાં પેદા થતી જતી નવી પરિસ્થિતિને વધારે અનુરૂપ હતો. તે વધારે સંગઠિત અને વધારે કાર્યદક્ષ હતું, તેની પાસે વધારે સારી જાતનાં એજ તથા હથિયારે હતાં અને એથી કરીને તે વધારે અસરકારક રીતે યુદ્ધ કરવાને શક્તિમાન હતો. વળી તેણે સમુદ્ર ઉપર પણ કાબૂ મેળવ્યું હતું. આ નવી સત્તાને હિંદના ક્યૂડલ રજવાડાઓ મુકાબલે કરી શકે એમ નહતું અને તેઓ એક પછી એક તેનાથી હારતા ગયા.'
આ પત્રની આ સારી પેઠે લાંબી પ્રસ્તાવના થઈ. હવે આપણે જરા પાછળ જઈશું. ઔરંગઝેબના રાજ્યના પાછળના ભાગમાં આમજનતામાં બડે થયાં તથા હિંદુઓમાં ધાર્મિક રાષ્ટ્રીયતા ફરીથી જાગ્રત થઈ તેને વિષે મેં મારા આગળના તેમ જ આ પત્રમાં લેખ કર્યો છે. હવે હું એ ધર્મ અને રાષ્ટ્રીયતાની ભાવનાથી રંગાયેલી હિલચાલ વિષે