Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
"
૩૮૨
જગતના ઇતિહાસનુ· રેખાદર્શન
ચીન તથા મ ંગોલિયામાં તેમનામાંના ઘણાખરા દ્ર થયા; મધ્ય એશિયામાં તેમણે ઇસ્લામને સ્વીકાર કર્યાં અને રશિયા તથા હંગરીમાં કેટલાક મંગોલો ઘણુંકરીને ખ્રિસ્તી થયા.
રામમાં વૅટિકનમાં આવેલા પાપના પુસ્તકાલયમાં મહાન ખાતે ( મંગુએ ) પોપને લખેલા મૂળ પુત્ર હજીયે મેાબૂદ છે. તે અરખી ભાષામાં લખાયેલ છે. આગાતાઈના મરણ પછી પોતાના એલચી મેકલીને યુરોપ ઉપર ક્રીથી ચડાઈ ન કરવાને પાપે નવા ખાનને જણાવ્યું હતું એમ લાગે છે. ખાને જવાબ આપ્યો કે, યુરોપિયન લોકે તેના તરફ વાજબી રીતે વતા નહેતા એટલા માટે તેણે યુરોપ ઉપ ચડાઈ કરી હતી.
આમ છતાં પણ મગુના અમલ દરમ્યાન વિશ્વ અને સહારનું વળી એક મોજું ફરી વળ્યું. તેના ભાઈ હુલાગુ ઈરાનનો મેા હતો. કંઈક બાબતમાં બગદાદના ખલીફ ઉપર રોષે ભરાઇ ને હુલાગુએ સ દેશો મોકલી તેને પોતાનું વચન ન પાળવા માટે હા આપ્યો અને કહાવ્યું કુ ભવિષ્યમાં તે વાજબી રીતે નહિ વર્તે તે પોતાનું સામ્રાજ્ય ખાશે, ખલીફ્ કંઈ બહુ સમજુ માણસ નહાતો અને અનુભવ ઉપરથી પણ તે કશું શીખ્યા નહોતા. તેણે એનો અપમાનજનક જવાબ આપ્યા તથા બગદાદમાં લોકાનાં ટોળાંએ ગોલ એલચીનું અપમાન કર્યું. આથી હુલાગુનું માંગેલ લોહી ઊકળી આવ્યું. ક્રોધે ભરાઈને તેણે બગદાદ ઉપર ચડાઈ કરી અને ચાળીસ દિવસના ઘેરા પછી તે શહેર કબજે કર્યું. ઍરેબિયન નાઇટ્સ'ના બગદાદ શહેરના તથા સામ્રાજ્યના સમયમાં ૫૦૦ વરસથી એકડી થયેલી બધા ધનદોલતને પણ હવે અંત આવ્યો. ખલીક, તેના પુત્રા તથા તેનાં નજીકનાં સગાંઓની કતલ કરવામાં આવી. અવાડિયાં સુધી બગદાદના શહેરીઓની કતલ ચાલી અને પરિણામે તેંત્રીસ નદીનું પાણી માઈલો સુધી લોહીથી રાતુ થઇ ગયું. આ રીતે ૧૫ લાખ માણસો મરાયા એમ કહેવાય છે. કળા અને સાહિત્યના બધા ભંડારાનો તથા પુસ્તકાલયોનો નાશ કરવામાં આવ્યો. બગદાદ સંપૂર્ણ પણે નાશ પામ્યું અને તેની સાથે પશ્ચિમ એશિયાની હજારો વરસ જૂની નહેરા વગેરેની જળસિંચાઈની પ્રાચીન યોજનાને પણ હુલાગુએ નારા કર્યાં.
અલેપ્પા અને એડીસા તથા બીજા અનેક શહેરાના પણ એ જ હાલ થયા, અને પશ્ચિમ એશિયા ઉપર અંધકાર છવાઈ ગયે. તે