Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મેગલ સામ્રાજ્યની પડતી અને નાશ પ૩૯ સંખ્યામાં હાથી, ઘેડા, હરણ અને કબૂતરે હતાં પરંતુ તે બધાંયનાં નામ તે જાતે અને યાદ રાખતે હતે !' તેની આવી આશ્ચર્યકારક સ્મરણશક્તિ હોય એ તો માન્યામાં આવતું નથી અને એ હેવાલમાં અતિશયોક્તિ હોવાનો સંભવ છે. પરંતુ તેનું મન અદ્ભુત હતું એમાં તે લેશ પણ શંકા નથી. “જો કે તે લખીવાંચી શકતે નહોતે પણ તેના રાજ્યમાં જે કંઈ બનતું તે બધાથી તે પરિચિત હતે.” વળી તેની જ્ઞાન માટેની પિપાસા એટલી બધી તીવ્ર હતી કે, એક ભૂખાળ પિતાને બધે જ ખોરાક કે કાળિયે ગળે ઉતારવા મથે છે તે જ પ્રમાણે બધી વસ્તુઓ તે એકી વખતે શીખી લેવા પ્રયાસ કરો.”
અકબર આવો પુરુષ હતો. પરંતુ તે પૂરેપૂરો આપખુદ હતો, અને પ્રજાને તેણે સલામતી બક્ષી તથા ખેડૂતે ઉપરને કરને બજે હળવો કર્યો એ ખરું, પણ પ્રજાને કેળવણું અને તાલીમ આપીને તેનું જીવનનું સામાન્ય ધોરણ ઊંચું કરવા તરફ તેનું મન વળ્યું નહોતું. પરંતુ તે સર્વત્ર આપખુદીને યુગ હતું અને બીજા આપખુદ રાજાઓની તુલનામાં એક મનુષ્ય અને રાજા તરીકે તે એક તેજસ્વી તારક જે ઝળહળે છે.
બાબરના વંશમાં તે ત્રીજો રાજા હતો એ ખરું, પરંતુ હિંદુસ્તાનમાં મેગલવંશનો ખરેખર સ્થાપક અકબર જ હતે. ચીનમાં કુખ્તાઈ ખાનના યુઆન વંશની પેઠે અકબર પછીના મેગલ રાજકર્તાઓ ખરેખર હિંદી રાજવંશના રાજકર્તા બન્યા. અને પોતાના સામ્રાજ્યને મજબૂત બનાવવાનું મહાકાર્ય અકબરે પાર પાડ્યું તેથી જ તેના પછી લગભગ ૧૦૦ વરસ સુધી તેને રાજવંશ ટક્યો.
અકબર પછી તેના વંશમાં ત્રણ કુશળ રાજાઓ થયા પરંતુ તેમનામાં કોઈ પ્રકારની વિશિષ્ટતા નથી. સમ્રાટના મરણ બાદ રાજગાદી માટે તેના પુત્રમાં હમેશાં બેહૂદી તકરાર જાગતી. મહેલમાં અનેક પ્રકારનાં કાવતરાં થતાં અને ગાદી મેળવવા માટે લડાઈઓ થતી. આમ પુત્ર પિતાની સામે અને ભાઈઓ ભાઈઓ સામે ઊઠતા અને પરિણામે કુટુંબીઓનાં ખૂન થતાં કે તેમની આંખો ફોડી નાખવામાં આવતી. નિરંકુશ અને આપખુદ શાસનનાં આ બધાં ગોઝારાં લક્ષણ છે. તેમને ભપકા અને ઠાઠમાઠ તે એવાં હતાં કે બીજે ક્યાંય તેને જોટો જડે એમ નહોતું. તને યાદ હશે કે આ કાળમાં જ ફ્રાંસમાં પિતાને રાજસૂર્ય કહેવડાવતે ચૌદમે લૂઈ રાજ્ય કરતું હતું. તેણે વર્તાઈ શહેર બાંધ્યું