Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫૪૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન અંગ્રેજોએ વસાવ્યાં હતાં અને આરંભકાળમાં તે તેઓ મુખ્યત્વે કરીને અંગ્રેજોનાં સાહસને લીધે જ ખોલ્યાં.
- હવે ફાંસ પણ હિંદમાં પગપેસારો કરે છે. એક ઈંચ વેપારી કંપની સ્થાપવામાં આવી અને ૧૬૬૮ની સાલમાં સુરત આગળ તેમ જ બીજા કેટલાક સ્થળોએ તેમણે પિતાની કોઠીઓ નાખી. થોડાક વરસે પછી તેમણે પંડીચેરી શહેર ખરીદું. હિંદને પૂર્વ કિનારે એ શહેર મેટું વેપારનું મથક બન્યું.
૧૭૦૭ની સાલમાં લગભગ ૯૦ વરસની પાકી વયે ઔરંગઝેબ મરણ પામે. પિતાની પાછળ તે જે ભવ્ય વારસે – હિંદુસ્તાન – મૂકતો ગયે તેને કબજો મેળવવા માટેનાં યુદ્ધોનાં હવે મંડાણ મંડાયાં. કશીયે આવડત વિનાના તેના વંશજો અને તેના કેટલાક મોટા મેટા સુબાઓ, મરાઠાઓ અને શીખ, હિંદ ઉપર મીટ માંડીને બેઠેલા તેની વાયવ્ય સરહદની પેલી પારના લેકે તથા દરિયા પારની બે વિદેશી પ્રજાએ – અંગ્રેજ અને ફ્રેંચ-આટલા આ ઝઘડાના પક્ષકારે હતા. પણ એ બધા વચ્ચે ગરીબ બિચારા હિન્દના લેકોના શા હાલ હતા?