Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મેગલ સામ્રાજ્યની પડતી અને નાશ ૫૪૧ ભવ્યતા તેની પરાકાષ્ઠાએ પહોંચી. પરંતુ તેના જ અમલમાં મેગલ સામ્રાજ્યમાં પડેલા સડાનાં બીજ પણ સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. સમ્રાટને બેસવા માટે એના વખતમાં અમૂલ્ય રત્નજડિત મયૂરાસન બનાવવામાં આવ્યું હતું. સન્દર્યના સ્વપ્ન સમાન તાજમહાલ પણ એના જ સમયમાં જમના નદીને કાંઠે બાંધવામાં આવ્યું. કદાચ તને ખબર હશે કે એ તેની પ્રિયતમા મુમતાજ મહાલની કબર છે. તેની કીર્તિ તેમ જ પ્રતિષ્ઠાને ઝાંખ લાગે એવું પણ શાહજહાને ઘણું કર્યું છે. ધર્મની બાબતમાં તે અસહિષ્ણુ હતા અને ગુજરાત તથા દક્ષિણમાં ભારે દુકાળ પડ્યો ત્યારે ત્યાંના લેકોને રાહત આપવાને તેણે કશું જ ન કર્યું. તેની પ્રજાની ગરીબાઈ તથા યાતનાઓને વિચાર કરતાં તેની સમૃદ્ધિ તથા ઐશ્વર્ય અતિશય બેહૂદાં લાગે છે. આમ છતાં પણ પથ્થર તથા આરસની અદ્ભુત સંદર્યવાળી રચનાઓ તે પિતાની પાછળ મૂકતે ગમે છે એટલા ખાતર કદાચ તેને દેષ કંઈક અંશે દરગુજર કરી શકાય. એના સમય દરમ્યાન મોગલ સ્થાપત્ય તેની પરાકાષ્ટાએ પહોંચ્યું. તાજમહાલ ઉપરાંત તેણે આગ્રાની મોતી મસ્જિદ તથા દિલ્હીની ભવ્ય જુમ્મામજિદ બંધાવી અને દિલ્હીના રાજમહેલમાં દીવાને આમ તથા દીવાને ખાસ બંધાવ્યા. આ બધી ઈમારતે ઉત્કૃષ્ટ સાદાઈના નમૂનાઓ છે. તેમાંની કેટલીક અતિશય વિશાળ હોવા છતાં સુડોળ અને મનહર છે તથા અપ્સરાઓની દુનિયા જેવી ખૂબસૂરત છે.
પરંતુ અપ્સરાના જેવા એ સાર્થની પાછળ ગરીબાઈમાં સબડતી પ્રજા પડેલી હતી. તેમનામાંનાં ઘણાંઓ પાસે તે રહેવાને માટીની ઝૂંપડી સરખી પણ ન હતી, છતાંયે તેમને આ મહેલાતને ખરચ પૂરો પાડે પડતું હતું. સર્વત્ર નિરંકુશ આપખુદી પ્રવર્તતી હતી અને સમ્રાટના પ્રતિનિધિઓ કે હાકેમોને નારાજ કરનારાઓને ઘાતકી સજા કરવામાં આવતી હતી. રાજદરબારના કાવાદાવાઓમાં મૅકિયાવેલીની કુટિલ નીતિનો આશરો લેવામાં આવતો હતે. અકબરની રહેમનજર, સહિષ્ણુતા, અને સુશાસન એ ભૂતકાળની વસ્તુઓ થઈ ગઈ હતી. પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જતી હતી.
- શાહજહાન પછી ઔરંગઝેબ ગાદીએ આવ્યું. મેગલવંશને એ છેલ્લે મહાન બાદશાહ હ. પિતાના પિતાને કેદમાં પૂરીને તેણે રાજ્યની શરૂઆત કરી. ૧૬૫થી ૧૭૦૭ની સાલ સુધી એમ તેણે ૪૮ વરસ રાજ્ય કર્યું. તેના દાદા જહાંગીરની પેઠે તે કળા કે સાહિત્ય રસિયા