Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫૦૯
નેધરલેન્ડ્ઝનું સ્વાતંત્ર્ય યુદ્ધ મરણ પામે. પણ તેણે પિતાનું કાર્ય સમાપ્ત કર્યું હતું. યાતના અને બલિદાનથી હેલેંડના પ્રજાતંત્રનું ઘડતર પૂરું થયું હતું. જુલમગાર અને આપખુદ શાસકોને સામનો કરવાથી દેશ તેમજ પ્રજાને લાભ જ થાય છે. એથી પ્રજાને તાલીમ મળે છે તથા તે બળવાન બને છે. અને આ રીતે બળવાન અને સ્વાશ્રયી બનેલું હોલેંડ થેડા જ વખતમાં ભારે દરિયાઈ સત્તા બન્યું અને છેક દૂર પૂર્વના દેશો સુધી તેનું સામ્રાજ્ય ફેલાયું. બેલ્જિયમ હેલેંડથી જુદું પડી ગયું અને તે સ્પેનના તાબામાં રહ્યું.
યુરેપનું ચિત્ર પૂર્ણ કરવા માટે હવે આપણે જર્મની તરફ નજર કરીએ. ત્યાં આગળ ૧૬૧૮થી ૧૬૪૮ની સાલ સુધી ભીષણ આંતર વિગ્રહ ચાલે. એ ૩૦ વરસના વિગ્રહને નામે ઓળખાય છે. એ પ્રોટેસ્ટંટ અને કૅથલિક વચ્ચેને વિગ્રહ હતા અને એમાં જર્મનીના નાના નાના રાજાઓ તથા “ઇલેકટર” માહોમાંહે તથા સમ્રાટ સામે લડ્યા હતા. અને એ અંધાધૂંધીમાં વધારે કરવા ખાતર કાંસના કૅથલિક રાજાએ પ્રેટેસ્ટ ટેન પક્ષ કર્યો. આખરે સ્વીડનમાં “ઉત્તરના સિંહ'ના ઉપનામથી ઓળખાતો રાજા ગુસ્ટસ ઍડેફસ એ યુદ્ધમાં પડ્યો. તેણે સમ્રાટને હરાવ્યું અને એ રીતે પ્રોટેસ્ટ ને ઉગારી લીધા. પરંતુ એ યુદ્ધથી જર્મની તે ખેદાનમેદાન થઈ ગયું. એ વિગ્રહના ભાતી સૈનિકે તે ધાડપાડુઓના જેવા જ હતા. તેમણે જ્યાં ને ત્યાં લૂંટફાટ ચલાવી. સિપાઈઓને પગાર ચૂકવવાનાં તથા તેમની રાકી માટેનાં પણ નાણાં ન મળવાથી લશ્કરના સેનાપતિઓએ પણ લૂંટફાટને આશરો લીધે. અને જરા વિચાર તે કર !– આવું ને આવું ૩૦ વરસ સુધી ચાલ્યું. વરસોનાં વરસ સુધી સંહાર, હત્યાકાંડ તથા લૂંટફાટ ચાલ્યાં જ ક્ય. વેપારોજગાર પણ લગભગ બંધ થઈ ગયે અને ખેતીવાડીની તે વાત જ શી કરવી? એથી કરીને દિનપ્રતિદિન ખોરાક ઘટતે ગયે અને ભૂખમર વધત ગયે. અને એને પરિણામે લૂંટફાટ તથા ધાડપાડુઓ વધી પડ્યા. જર્મની ભાતી અને ધંધાદારી સિપાઈઓને ઉછેરવાના એક ધામ સમું બની ગયું.
આખરે લૂંટવાનું કશું બાકી ન રહ્યું ત્યારે એ વિગ્રહને અંત આવ્યો. પરંતુ આ દશામાંથી નીકળી પિતાની અસલ સ્થિતિ પ્રાપ્ત કરતાં જર્મનીને ઘણે વખત લાગે. ૧૬૪૮ની સાલમાં વેસ્ટફેલિયાની સંધિથી જર્મનીના આ આંતરવિગ્રહને અંત આવ્યો. સંધિથી પવિત્ર રોમન સામ્રાજ્યને સમ્રાટ છાયા રૂપ બની ગયે. હવે તેના હાથમાં કશી સત્તા રહી નહિ. ફ્રાંસે આલ્સાસને ટુકડે પડાવ્યું. ૨૦૦ વરસ સુધી એ