Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન રચાયેલી સભા ન્યાયની અદાલત બની જઈ રાજા ઉપર કામ ચલાવે તથા તેને શિક્ષા ફરમાવીને તેઓ શિરચ્છેદ કરે છે તે અવનવી અને દિંગ કરી મૂકે એવી ઘટના હતી. અતિશય સ્થિતિચુસ્ત અને ઝડપી સુધારો કરવા પ્રત્યે અણગમો સેવનારી અંગ્રેજ પ્રજા જાલિમ અને દેશદ્રોહી રાજાની સાથે કેવી રીતે કામ લેવું એને દાખલે બેસાડે એ વસ્તુ ખરેખર વિચિત્ર લાગે છે. પણ એમ કહી શકાય કે એ કૃત્યમાં સમગ્ર અંગ્રેજ પ્રજા કરતાં ક્રોમવેલના અનુયાયી “વજકાય” સૈનિકોએ વધારે આગળ પડતે ભાગ લીધે હતે.
એથી કરીને યુરેપના રાજાઓ, સમ્રાટે તથા નાનાં નાનાં રજવાડાં અતિશય ચોંકી ઊઠયાં. સામાન્ય જનસમૂહ એવો ધૃષ્ટ બને અને ઈંગ્લેંડનું અનુકરણ કરે તે તેમની શી વલે થાય ? તેમનામાંના ઘણાઓએ તે ઇંગ્લંડ ઉપર ચડાઈ કરી તેને ચગદી નાખ્યું હોત પરંતુ એ સમયે ઈગ્લેંડનું રાજસૂત્ર નમાલા રાજાના હાથમાં નહોતું. ઇંગ્લંડ તેના ઈતિહાસમાં પહેલવહેલું પ્રજાતંત્ર બન્યું હતું. ક્રોમવેલ તથા તેનું સૈન્ય તેની રક્ષા કરવા - માટે ખડાં હતાં. વાસ્તવમાં ક્રોમવેલ સરમુખત્યાર જ હતું. તે ઑર્ડ પ્રોટેક્ટર’ એટલે કે પાલક્તા નામથી ઓળખાતું હતું. તેના કડક અને દક્ષ અમલ દરમ્યાન ઇંગ્લેંડનું સામર્થ્ય વધ્યું અને તેને નૌકાકાફલાએ હેલેંડ, કાંસ તથા સ્પેનના કાફલાઓને હાંકી કાવ્યા. આ સમયે ઈંગ્લેંડ પહેલી જ વાર સમુદ્ર ઉપર પ્રભુત્વ જમાવનાર યુરેપનું અગ્રગણ્ય રાજ્ય બન્યું.
પણ ઇગ્લેંડનું પ્રજાતંત્ર લાંબો કાળ ટક્યું નહિ. ચાર્લ્સના મરણ પછી પૂરાં અગિયાર વરસ પણ તે ન ટક્યું. ૧૬પ૦ની સાલમાં ક્રોમવેલ મરણ પામે અને તે પછી બે વરસ બાદ પ્રાતંત્રને અંત આવ્યો. ૧લા ચાર્લ્સના પુત્રે ભાગી જઈને પરદેશમાં શરણુ શેડ્યું હતું તે ઈગ્લેંડ પાછો આવ્યો. ઇગ્લેંડમાં તેને વધાવી લેવામાં આવ્યું. અને જે ચાર્લ્સ એ નામથી તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યું. આ બીજો ચાર્લ્સ અધમ અને ચારિત્રહીન પુરુષ હતો. અને રાજ્યપદને તે કેવળ મેજમજા કરવાનું એક સાધન સમજતા હતા. પણ પાલમેન્ટને વધારે પડતું વિરોધ ન કરવા જેટલે તે ચતુર હતે. કાંસના રાજા તરફથી એને છુપી રીતે પૈસા પણ મળતા હતા. ક્રોમવેલના અમલ દરમ્યાન ઈગ્લેંડે યુરોપમાં મેળવેલી પ્રતિષ્ઠા તેણે ગુમાવી અને ડચ લેકએ છેક ટેમ્સ નદીના બાર સુધી આવીને અંગ્રેજ કાફલાને બાળી મૂક્યો.
ચાર્લ્સની પછી તેને નાઈ રજે જેમ્સ ગાદીએ આવ્યું. અને