Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
આબર
પરવું --
૧પ૩૦ની સાલમાં બાબર ઓગણપચાસ વરસની ઉંમરે મરણું પામે. એના મૃત્યુ વિષે એક વાત બહુ પ્રચલિત છે. એમ કહેવાય છે કે, તેને પુત્ર હુમાયુ બીમાર પડ્યો ત્યારે પુત્ર તરફના સ્નેહથી પ્રેરાઈને જે તે સાર થાય તે પિતાનું જીવન અર્પવાને તે તૈયાર થયે. કહે છે કે, એ પછી હુમાયુ સાજો થયે અને થોડા દિવસમાં બાબર મરણ પામ્યો.
બાબરના દેહને કાબુલ લઈ જવામાં આવ્યું અને ત્યાં આગળ તેના પ્રિય બગીચામાં તેને દફનાવવામાં આવ્યા. જેની એ સતત ઝંખના ર્યા કરતા હતા તે ફલેની પાસે આખરે તે પાછો ચાલ્યા ગયે.