Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
અર્
PA
મેં વાત કહી હતી. સ્થાપત્યની નવી શૈલી તથા હિંદુની નવી ભાષા અને ખાસ કરીને ઉર્દૂ અથવા હિંદુસ્તાનીના વિકાસ વિષે મેં તને કહ્યુ હતું. વળી તેમનાં સામાન્ય લક્ષણો ઉપર ભાર મૂકીને તથા તેમની વિધિ અને ક્રિયાકાંડા ઉપર પ્રહાર કરીને હિંદુ તથા ઇસ્લામ ધર્મને એક બીજાની નજીક લાવવાનો પ્રયાસ કરનાર રામાનંદ, ક્ખીર અને ગુરુ નાનક જેવા ધાર્મિક સુધારકા અને આગેવાને વિષે પણ મેં તને કહ્યુ છે. આ સમન્વયની ભાવના તે સમયે વ્યાપક બની હતી. અને અકબરના સ ંવેદનશીલ અને ગ્રાહક મને તેને ઝીલી લીધી હશે તથા તેના ઉપર પોતાની પ્રતિભાની સારી પેઠે છાપ પાડી હશે. સાચે જ તે આ સમન્વયને પ્રધાન પુરસ્કર્તા બન્યા.
એક રાજનીતિજ્ઞ તરીકે પણ તે એવા અનુમાન ઉપર આવ્યો હશે કે, તેનું પોતાનું તથા રાષ્ટ્રનું બળ પણ એ સમન્વયમાં જ રહેલું છે. તે બહાદુર લડવૈયા તથા કુશળ સેનાપતિ પણ હતો. અશોકની જેમ તેને યુદ્ધને લેશમાત્ર અણગમે! નહાતા. પરંતુ તરવારના વિજય કરતાં પ્રેમને વિજય તેને વધારે પસંદ હતો કેમકે તે જાણતા હતા કે પ્રેમને વિજય એ વધારે ટકે છે. એથી કરીને તેણે હિંદુ ઉમરાવા તથા જનતાને અદ્ભાવ પ્રાપ્ત કરવાના ઇરાદાપૂર્વક પ્રયાસ આદર્યાં. તેણે બિનમુસલમાને ઉપરને જજિયાવે। તથા હિંદું યાત્રાળુએ ઉપરના કર રદ કર્યાં. તેણે પોતે એક રજપૂત ઉમરાવ કુટુંબની કન્યા સાથે લગ્ન કર્યું. પાછળથી તેણે પોતાના પુત્રને પણ રજપૂત કન્યા સાથે પરણાવ્યો તથા આવાં મિશ્ર લગ્નોને તેણે ઉત્તેજન આપ્યું. પોતાના સામ્રાજ્યના સૌથી ઊંચા હોદ્દા ઉપર તેણે રજપૂત ઉમરાવાને નીમ્યા. તેના સૌથી બહાદુર સેનાપતિએ, કુશળ પ્રધાને અને સૂબાઓ પૈકી મોટા ભાગના હિંદુ હતા. રાજા માનસિંહને તે થોડા વખત માટે કાબુલના સૂબા તરીકે પણ મેકલવામાં આવ્યેા હતો. ખરેખર, રજપૂતે અને હિંદુ પ્રજાનું સમાધાન કરવા ખાતર તે કેટલીક વાર પોતાની મુસલમાન પ્રજા તરફ અન્યાયી થવાની હદ સુધી પણ ગયો હતો. હિંદુઓને સદ્ભાવ પ્રાપ્ત કરવાના પ્રયાસમાં આખરે તે સફળ થયા અને મેવાડના અણનમ રાણા પ્રતાપના એકમાત્ર અપવાદ સિવાય બધા રજપૂતે તેની સેવામાં ખડા થયા અને તેમણે તેનું સન્માન કર્યું. રાણા પ્રતાપે અય્યરનું નામનું આધિપત્ય સ્વીકારવાની પણ ના પાડી. યુદ્ધમાં હારી જતાં અકબરના ખડિયા બનીને એશઆરામ માણુવા કરતાં વનવાસનાં કષ્ટો વેઠવાનું તેણે વધાવી