Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન અકબરે પિતાની આસપાસ ઘણ કુશળ સહાયકે એકઠા કર્યા હતા, અને તે બધા તેના પ્રત્યે પૂરેપૂરા વફાદાર હતા. તેમાં ફેઝ અને અબુલ ફઝલ એ બે ભાઈઓ તથા જેને વિષે આજે પણ અનેક વાત પ્રચલિત છે તે બિરબલ મુખ્ય હતા. ટોડરમલ તેને નાણાપ્રધાન હતા. તેણે જમાબંધીની આખી પદ્ધતિ બદલી નાખી. તને જાણીને નવાઈ લાગશે કે તે સમયે જમીનદારી પદ્ધતિ નહતી અને જમીનદારે કે તાલુકદારે પણ નહતા. રાજ્ય ખેડૂત અથવા તે રેત સાથે વ્યકિતગત રીતે મહેસૂલ નક્કી કરતું. આજે એ યિતવારી મહેસલ પદ્ધતિ તરીકે ઓળખાય છે. આજકાલના જમીનદારો એ તે અંગ્રેજોની કૃતિ છે.
જયપુર રાજા માનસિંહ એ અકબરને સૌથી શ્રેષ્ઠ સેનાપતિ હતે. અકબરના દરબારને બીજો એક વિખ્યાત પુરુષ મહાન ગાયક તાનસેન હતે. તે આજે હિંદના બધાયે ગવૈયાઓને ઉપાસ્ય દેવ થઈ પડ્યો છે.
શરૂઆતમાં અકબરની રાજધાની આગ્રામાં હતી. ત્યાં આગળ તેણે એક કિલ્લે પણ બાં. ત્યાર પછી તેણે ફાહપુર-સિક્રી આગળ એક નવું શહેર વસાવ્યું. તે આગ્રાથી લગભગ પંદર માઈલ દૂર છે. શેખ સલીમ ચિસ્તી નામને એક સાધુ પુરુષ ત્યાં આગળ રહેતા હતા તેથી કરીને અકબરે એ સ્થાન પસંદ કર્યું. અહીં તેણે એક રમણીય શહેર બાંધ્યું અને તે સમયના એક અંગ્રેજ પ્રવાસીના કહેવા મુજબ તે “લંડન કરતાં ઘણું મેટું હતું” પંદર વરસ કરતાં પણ વધારે સમય સુધી તે અકબરના સામ્રાજ્યનું પાટનગર રહ્યું. પાછળથી લાહેરને તેણે પોતાની રાજધાની બનાવી. અકબરને એક પ્રધાન અને મિત્ર અબુલ ફજલ કહે છે કે, “બાદશાહ સલામત રમણીય ઈમારતની ભેજના કરે છે અને તેના મન તથા હૃદયની એ કૃતિને તે માટી તથા પથ્થરમાં મૂર્ત સ્વરૂપ આપે છે. ફત્તેહપુર સિદ્દી તેની સુંદર મસ્જિદ, તેને જબરદસ્ત “બુલંદ દરવાજા” અને બીજી અનેક સુંદર ઇમારત સહિત આજે પણ મોજૂદ છે. આજે તે તે નિર્જીવ અને ત્યજાયેલું શહેર છે પરંતુ તે મહોલ્લાઓ અને તેના વિશાળ એમાં એ મૃત સામ્રાજ્યને પ્રેતાત્મા આજે પણ કરતા હોય એમ લાગે છે.
આપણું હાલનું અલાહાબાદ શહેર પણ અકબરે વસાવ્યું હતું. પરંતુ એ સ્થાન તે બહુ જ પ્રાચીન છે અને ત્યાં આગળ હંકુ