Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
આ અ૨
૫૨૧
તથા કારીગરેનાં મંડળો સ્થપાયાં. આ વેપારીઓ તથા હુન્નર ઉદ્યોગમાં પડેલા લેકેને ભદ્ર સમાજ,-બૂઝવા - અથવ મધ્યમવર્ગ બને. આ વર્ગ આગળ પ્રગતિ કરતો ગયો તે ખરે પણ માર્ગમાં તેને રાજકીય, સામાજિક તેમજ ધાર્મિક વગેરે અનેક નડતોને સામને કરવો પડ્યો. રાજ્યવ્યવસ્થા તેમજ સમાજવ્યવસ્થામાં હજીયે યૂડલ વ્યવસ્થાના અવશેષો ટકી રહ્યા હતા. આ સામાજિક પ્રથાના દિવસે વીતી ગયા હતા એટલે નવી પરિસ્થિતિ સાથે તેને મેળ ખાય એમ નહેતું. વળી વેપારજગાર તથા હુન્નરઉદ્યોગમાં તે નડતરરૂપ હતી. ફશ્યલ ઉમરા અનેક પ્રકારના કર તથા જકાત ને લાગાઓ લેતા હતા. એથી વેપારીઓની ભારે સતામણી થતી. એથી કરીને એ બૂઝવા એટલે મધ્યમ વર્ગે એ વર્ગને સત્તા ઉપરથી ખસેડવાની કોશિશ કરવા માંડી. રાજાને પણ ફયૂડલ ઉમરા ગમતા નહતા, કેમકે તેઓ તેની સત્તા ઉપર તરાપ મારવા ચહાતા હતા. એટલે રાજા અને મધ્યમ વર્ગ એકબીજાના મળતિયા થઈ ગયા અને ક્યૂલ ઉમરાવોની ખરી સત્તા તેમણે છીનવી લીધી. પરંતુ એને પરિણામે રાજા વધારે બળવાન અને આપખુદ બન્ય.
એ જ રીતે પશ્ચિમ યુરેપનું તે સમયનું ધર્મતંત્ર તથા પ્રચલિત ધાર્મિક વિચારો અને વેપારવણજ વિષેના ખ્યાલે વેપાર અને ઉદ્યોગોના વિકાસમાં અંતરાયરૂપ હતા એમ નવા વર્ગોને લાગતું હતું. ખુદ ધર્મ પણ ફયૂડલ પ્રથા સાથે અનેક રીતે સંકળાયેલ હતો અને આગળ હું તને કહી ગયું છું કે ચર્ચ તે સૌથી મોટો ક્યૂલ જમીનદાર હતું. ઘણાં વરસોથી રમન ચર્ચ યા ધર્મતંત્રની ટીકા તથા તેને વિરોધ કરનાર વ્યક્તિઓ અને મંડળે અવારનવાર પેદા થતાં હતાં. પણ એમને લીધે પરિસ્થિતિમાં ઝાઝો ફેર ન પડ્યો. પણ હવે તે આગળ વધતા જતા આખા બૂર્ઝવા અથવા મધ્યમ વર્ગને ફેરફાર જોઈતું હતું એટલે સુધારા માટેની હિલચાલ પ્રચંડ બની.
આ બધા ફેરફાર તથા જેને આપણે આગળ વિચાર કરી ગયાં છીએ તે બધી હિલચાલે મધ્યમ વર્ગને મેખરે લાવનાર ક્રાંતિનાં ભિન્ન ભિન્ન પાસાંઓ અથવા તે ભૂમિકાઓ હતી. પશ્ચિમ યુરેપના બધા દેશમાં પ્રગતિને ક્રમ તે લગભગ આ જ હતા એમ જણાય છે; જે કે જુદા જુદા દેશોમાં તે જુદે જુદે કાળે થઈ હતી. એ કાળ દરમ્યાન અને એ પછી પણ ઘણું લાંબા સમય સુધી પૂર્વ યુરોપ