Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫૨૩
સાલમાં રાણી લિઝાબેથે લડનના વેપારીઓની ઇસ્ટ ઇન્ડિયા ક ંપનીને હિંદમાં વેપાર કરવાના પરવાને આપ્યા. એ વરસ પછી ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ. આમ, યુરોપના એશિયાને એહિયાં કરવાના યુગનો આર ંભ થાય છે. લાંબા સમય સુધી આ વસ્તુ મલાયા તેમજ પૂના ટાપુઓ પૂરતી જ મર્યાદિત હતી. મિગ વંશના અને સત્તરમી સદીના મધ્ય ભાગમાં સત્તા ઉપર આવેલા આરંભના મંચૂ રાજાના અમલ દરમ્યાન યુરોપ કરતાં ચીન અતિશય બળવાન હતું. જાપાન તે ૧૬૪૧ની સાલમાં એકેએક પરદેશીને હાંકી કાઢી પોતાનાં દ્રાર સદંતર બંધ કરી દેવાની હદ સુધી ગયું. અને એ સમય દરમ્યાન હિંદુની શી સ્થિતિ હતી ? હિંદની આપણી વાત ઘણી પાછળ રહી ગઈ છે એટલે આપણે એ ગાળા પૂરો કરીશું. આગળ ઉપર આપણે જોઈ શું કે નવા મોગલ વંશના અમલમાં હિંદુ એક બળવાન રાજ્ય અને છે અને તેના ઉપર યુરોપના હુમલાને સભવ નહાતા. પરંતુ યુરોપે યારનુંયે સમુદ્ર ઉપર પ્રભુત્વ જમાવ્યું હતું.
ખાખર
એટલે આપણે હિ ંદુસ્તાન પાછાં ફરીએ. યુરેપ, ચીન, જાપાન અને મલેશિયામાં આપણે સત્તરમી સદીના અંત અને અઢારમીના આરંભ સુધી પહોંચ્યાં છીએ. પણ હિંદમાં તો આપણે હજી ૧૬મી સદીના આરંભમાં છીએ. એ સમયે બાખર હિંદમાં આવ્યેા હતે.
૧પર ૬ની સાલમાં દિલ્હીના દુળ અને નમાલા સુલતાન ઉપર બાબરે મેળવેલા વિજય. પછી હિંદમાં નવા યુગ અને નવા મેાગલ સામ્રાજ્યને! આરંભ થાય છે. એક ટૂંકા ગાળા સિવાય તે ૧પર ૬થી ૧૭૭ની સાલ સુધી એટલે કે ૧૮૫ વરસ સુધી ટકયું. એ તેમના સામર્થ્ય અને કીર્તિને યુગ હતા અને હિંદના મહાન મેગલની નામના એશિયા અને યુરેપમાં સર્વત્ર પ્રસરી હતી. એ વશમાં ૬ મહાન રાજકર્તા પાયા. પણ તેમના પછી સામ્રાજ્ય હિન્નભિન્ન થઈ ગયું અને મરાઠા, શીખ તથા બીજાઓએ તે સામ્રાજ્યના પ્રદેશામાંથી પોતપોતાનાં અલગ રાજ્યેા સ્થાપ્યાં. અને તેમના પછી અંગ્રેજો અહી આવ્યા. તેમણે મધ્યસ્થ સત્તાની પડતી અને દેશમાં વ્યાપેલા અંધેરનો લાભ ઉઠાવી ધીમે ધીમે અહી પોતાની સત્તા જમાવી.
આગળ આખર વિષે કંઈક તો હું કહી ચૂક્યો છું. તે ચંગીઝ અને તૈમુરના વંશમાંથી ઊતરી આવ્યા હતા અને તેમની મહત્તા