Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
પ૧૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન અમેરિકામાં વસવાટ કરવાને ચાલ્યા ગયા. જે ૧લાના આપખુદ વન સામે તેમને વિરોધ હતે. વળી ઈંગ્લેંડનું ચર્ચા યા ધમંત્ર પણ તેમને પસંદ નહોતું. એ ચર્ચને તેઓ પૂરેપ 3 પ્રોટેટ નહેઃ માનતા. આથી તેમણે પિતાનું વતન તથા ઘરબાર ત્યજ્યાં અને આટલાંક મહાસાગરની પેલી પાર આવેલા નવા અને જંગલેથી છવાયેલા મુલકમાં જવાને તેઓ નીકળી પડ્યા. ઉત્તર કિનારાના એક સ્થાન આગળ તેઓ ઊતર્યા, એ સ્થળને તેમણે ન્યૂ લીમથે નામ આપ્યું. એમના પછી તે વધારે ને વધારે વસાહતીઓ ત્યાં આવવા લાગ્યા અને ધીમે ધીમે તેમની વસાહતની સંખ્યા વધતી ગઈ. આ રીતે થોડા જ વખતમાં પૂર્વ કિનારા ઉપર આવી તેર વસાહતી કે સંસ્થાનો ઊભાં થયાં. આ સંસ્થાનોમાંથી આખરે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બન્યું. પણ એ તે હજી બહુ આગળની વાત છે.
જેમ્સ ૧લાને પુત્ર ચાર્લ્સ લે હતિ. ૧૬૨૫ની સાલમાં તે ગાદીએ આવ્યું ત્યાર પછી તે થોડા જ વખતમાં મામલે ગંભીર બન્યા. એથી કરીને ૧૯૨૦ની સાલમાં પાર્લમેટે તેની આગળ “પિટીશન ઓફ રાઈટ” એટલે કે માટેની અરજી રજૂ કરી. ઇંગ્લંડના ઈતિહાસને એ બહુ મશદૂર દસ્તાવેજ છે. એ અરજીમાં રાજાને જણાવવામાં આવ્યું કે તે નિરંકુશ શાસક નથી અને ઘણી વસ્તુઓ કરવાનો તેને અધિકાર નથી. જોકે ઉપર તે ગેરકાયદે કર ન નાખી શકે તેમજ મરજી ફાવે તેમ તેમને કેદખાનામાં પણ ને પૂરી શકે. હિંદને અંગ્રેજ વાઈસરોય જે વસ્તુ ૨૦મી સદીમાં કરે છે તે કમી સદીમાં પણ ઈગ્લેંડને રાજા કરી શકતા નહોતા – એટલે કે, તે ને તે એડિનન્સ કાઢી શકતો કે ન તે પિતાની યાતને પિતાની મરજી મુજબ કેદખાનામાં નાખી શકતો.
અમુક વસ્તુ તે કરી શકે અને અમુક ન કરી શકે એમ તેને જણાવવામાં આવ્યું તેથી ચિડાઈને તેણે પાર્લામેન્ટ બરખાસ્ત કરી અને તેના વિના જ રાજવહીવટ ચલાવવા માંડ્યો. થોડાં વરસે પછી તેને નાણાંની એટલી તે ભીડ પડી કે તેને બીજી પાર્લામેન્ટ બોલાવવાની ફરજ પડી. પાર્લામેન્ટ વિના ચાલેં જે કંઈ કાર્યો કર્યા તેથી પ્રજા અતિશય કોપાયમાન થઈ હતી અને નવી પાર્લામેન્ટ તેની સામે લડવાને બાનું જ શોધતી હતી. એ જ વરસની અંદર એટલે કે ૧૬૪ની સાલમાં રાજા અને પાર્લમેન્ટ વચ્ચે આંતરવિગ્રહ શરૂ થયે. ઘણુંખરા ઉમરા તથા મેટા ભાગનું