Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રદેશ તેના હાથમાં રહ્યો પરંતુ ત્યાર પછી પુનર્જાગ્રત જર્મનીએ તેની પાસેથી તે છીનવી લીધો. ૧૯૧૪–૧૮ના યુદ્ધને પરિણામે ફરી પાછો તે ફ્રાંસના કબજામાં આવ્યું. આ રીતે એ સંધિથી ફ્રાંસને લાભ થશે. પરંતુ હવે જર્મનીમાં એક બીજા રાજ્યને ઉદય થયે જે આગળ જતાં ફાંસના પડખામાં એક નવું શલ્ય નીવડવાનું હતું. આ પ્રશિયાનું રાજ્ય હતું. તેના ઉપર હેહેનોલન રાજકુળનો અમલ હતે.
વેસ્ટલિયાની સંધિએ છેવટે સ્વિઝરલેંડ તથા હેલેંડનાં પ્રજાતંત્રોને પણ માન્ય રાખ્યાં.
યુદ્ધ, હત્યાકાંડ, લૂંટફાટ અને ધર્માધતાની કેવી કેવી વાતે હું તને કહી રહ્યો છું? પરંતુ જ્યારે કળા અને સાહિત્યને ભારે ઉત્કર્ષ થઈ રહ્યો હતો તે “રેનેસાંસ” અથવા નવજીવનના કાળ પછી યુરોપની આ હાલત હતી. મેં યુરોપની એશિયાના દેશો સાથે તુલના કરી છે તથા યુરોપમાં નવચેતનને સંચાર થઈ રહ્યો હતો તેને પણ ઉલ્લેખ કર્યો છે. આ નવી ચેતનાને અનેક મુશ્કેલીઓમાંથી પિતાને આવિષ્કાર કરવાને મથતી આપણે જોઈ શકીએ છીએ. નવા બાળક કે નવી વ્યવસ્થાના જન્મની સાથે ભારે વેદના અને દુઃખ સંકળાયેલાં હોય જ છે. જ્યારે સમાજવ્યવસ્થાના પાયામાં આર્થિક અસ્થિરતા આવી જાય છે ત્યારે સમાજ તથા રાજ્યની ટચ કંપી ઊઠે છે. યુરોપમાં નવી ચેતના તરવરી રહી હતી એ તે દીવા જેવું સ્પષ્ટ છે. પરંતુ એ સમયે સર્વત્ર કેવું હેવાનિયતભર્યું આચરણ જોવામાં આવે છે ! રાજવિદ્યા એ તે જૂઠું બોલવાની વિદ્યા છે,” એ વિધાન તે સમયે કહેવતરૂપ થઈ ગયું હતું. આખું વાતાવરણ જૂઠાણાં અને કાવાદાવા, તથા હિંસા અને ક્રૂરતાથી ખદબદી રહ્યું હતું. જોકે એને કેમ સાંખી રહ્યા હશે એનું જ આપણને આશ્ચર્ય થાય છે !