Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઇંગ્લંડ પોતાના રાજાને શિરચ્છેદ કરે છે
૨૯ ઓગસ્ટ, ૧૯૩૨ હવે આપણે થડે સમય ઈગ્લેંડના ઈતિહાસને આપીશું. અત્યાર સુધી તે મોટે ભાગે આપણે એની અવગણના જ કરી છે; કેમકે, મધ્યયુગ દરમ્યાન ત્યાં આગળ કશું જાણવા જેવું બન્યું નહોતું. કાંસ અને ઈટાલી કરતાં એ દેશ ઘણે પછાત હતું. જો કે, ઓકસફર્ડ વિદ્યાપીઠ એ ઘણું લાંબા સમયથી વિદ્યાનું મશહૂર કેન્દ્ર હતું, અને ચેડા વખત પછી કેમ્બ્રિજ વિદ્યાપીઠે પણ એ સ્થાન પ્રાપ્ત કર્યું. વિક્લિફને પેદા કરનાર ઑકસફર્ડ વિદ્યાપીઠ હતી. એને વિષે હું પહેલાં તને લખી ચૂક્યો છું.
- ઇંગ્લંડના આરંભના ઈતિહાસની નેંધપાત્ર બીન પાર્લમેન્ટને વિકાસ છે. આરંભથી જ ત્યાંના ઉમરા રાજાની સત્તા મર્યાદિત કરવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. ૧૨૧૫ની સાલમાં તેમણે મૅગ્નાકાર્ટ પ્રાપ્ત કર્યો. એ પછી થોડા જ સમયમાં પાર્લમેન્ટનો આરંભ દૃષ્ટિગોચર થાય છે. પણ હજી એ તે કાચી શરૂઆત હતી. ત્યાંના મોટા મેટા ઉમરા અને બિશપની ઉમરાવોની સભા બની. પરંતુ આખરે તે નાના નાના જમીનદારો તથા શહેરના પ્રતિનિધિઓની ચૂંટણીથી રચાયેલી સભાએ વધારે મહત્વ પ્રાપ્ત કર્યું. આ ચૂંટણીથી રચાયેલી સભામાંથી આમની સભાને વિકાસ થયે. આ બંને સભાઓ જમીનદારે અને તવંગર લેકોની બનેલી હતી. આમની સભાના સભ્ય પણ માત્ર થોડા શ્રીમંત જમીનદારો અને વેપારીઓના જ પ્રતિનિધિઓ હતા.
શરૂઆતમાં આમની સભા પાસે તે નામની જ સત્તા હતી. તેઓ રાજાને અરજ કરતા તથા તેની સમક્ષ પ્રજાની ફરિયાદો રજૂ કરતા. પરંતુ ધીમે ધીમે તેમણે કરવેરાની બાબતમાં માથું મારવા માંડયું. તેમની સંમતિ વિના નવા કરે નાંખવા કે ઉઘરાવવાનું કામ મુશ્કેલ હતું એથી કરીને એવા કરેને માટે તેમની સંમતિ માગવાની પ્રથા શરૂ થઈ. નાણાં ઉપરના કાબૂથી હમેશાં ભારે સત્તા પ્રાપ્ત થાય