Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
પ૦૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન એથી પણ તેમને ત્યાં વધારે મદદ મળી. કૅથલિકાને મનાવી લેવાને તેમણે પ્રયાસ કર્યો અને તેમાં પણ તેઓ થોડે અંશ સફળ થયા. અને પિતાને માટે ધનદોલત તથા સ્પેનના રાજાની કૃપા સંપાદન કરવા ખાતર દેશનું સત્યાનાશ વળે તેની લેશમાત્ર પણ પરવા કર્યા વિના ઘણાખરા ઉમરાવ દેશદ્રોહ અને કાવાદાવા કરવાની હદ સુધી હેઠા પડ્યા એ ખરેખર શરમજનક છે.
નેધરલૅન્ડઝની પ્રજાકીય સભાને ઉદ્દેશીને વિલિયમ એફ આજે જણાવ્યું હતું કે, “નેધરલેન્ડ્ઝને કચરી નાખનાર કેવળ નેધરલેઝના લે જ છે. જેની તે બડાશ હકે છે તે બળ આપણે સિવાય, નેધરલેન્ડ્ઝનાં શહેર સિવાય આલ્વા બીજે ક્યાંથી લાવ્યા ? તેનાં વહાણ, સાધનસામગ્રી, નાણુ હથિયારે અને સૈનિકે વગેરે બધું બીજે ક્યાંથી આવ્યું છે? નેધરલેન્ડ્ઝના લેક પાસેથી જ એ બધું તેને મળ્યું છે.'
આમ, નેધરલૅન્ડ્ઝના જે ભાગને આજે આપણે બેમિ તરીકે ઓળખીએ છીએ તે પ્રદેશને પિતાના પક્ષમાં લેવામાં પેનવાળાઓ સફળ થયા. પરંતુ ભારે પ્રયાસ કરવા છતાયે હેલેંડને તેઓ નમાવી શક્યા નહિ. સાચે જ એ આશ્ચર્યકારક ઘટના છે કે, લડતના છેક અંત સુધી સ્પેનના બીજા ફિલિપ પ્રત્યેની વફાદારીને હેલેંડે ઇન્કાર નહેતે કર્યો. પિતાની સ્વતંત્રતા કબૂલ રાખે તે ત્યાંના લેકે તેને પિતાના રાજા તરીકે માન્ય રાખવા તૈયાર હતા. પરંતુ છેવટે તેની સાથે સંબંધ તેડી નાખવાની તેમને ફરજ પડી. પિતાના મહાન નાયક વિલિયમને રાજમુકુટ પહેરાવવાની તેમણે ઈચ્છા દર્શાવી, પણ તેણે તે સ્વીકારવાની સાફ ના પડી. એટલે, સંજોગવશાત પિતાની મરજી વિરુદ્ધ પ્રજાતંત્ર સ્થાપવાની તેમને ફરજ પડી. એ કાળે રાજાશાહીની પરંપરા આટલી બધી બળવાન હતી.
હેલેંડની લડત ઘણું વરસ સુધી ચાલી. હોલેંડ સ્વતંત્ર ને છેક ૧૬ ૦૯ની સાલમાં થયું. પણ નેધરલેન્ડ્ઝમાં ખરેખરી લડત તે ૧૫૬થી ૧૫૯૪ની સાલ દરમ્યાન જામી હતી. વિલિયમ એફ એરેંજને હરાવી ન શકવાથી બીજા ફિલિપે મારાઓની મારફતે તેનું ખૂન કરાવ્યું. તેનું ખૂન કરવા માટે તેણે છડેચેક ઈનામ જાહેર કર્યું. એ સમયે યુરોપની નીતિમત્તા આવી હતી. વિલિયમને મારી નાંખવાના ઘણા પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા. આખરે છો પ્રયત્ન સફળ થયો અને ૧૫૮૪ની સાલમાં આ મહાપુરુષ જેને હેલેંડના લેકે “પિતા વિલિયમ' કહેતા હતા તે