Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫૦૧ જગતના ઇતિહાસનું રેખાદર્શન તથા નમાલા ઉમરાવોનાં શેડાં પરગણુંઓ હતાં. એ બેની કોઈ પણ રીતે સરખામણી થઈ શકે એમ નહતું. એમ છતાં પણ તેમને ચગદી નાખતાં સ્પેનને બહુ વસમું પડ્યું. ત્યાં આગળ વારંવાર કતલે ચલાવવામાં આવી અને આખી ને આખી વસ્તીનું નિકંદન કાઢવામાં આવ્યું. માણને રેંસી નાખવામાં આવ્યા તથા તેના સેનાપતિઓ ચંગીઝ ખાન તથા તૈમુરને પણ ટપી ગયા. મંગલે કરતાં પણ તેઓ એ બાબતમાં આગળ વધ્યા. આલ્વાએ એક પછી એક શહેરને ઘેરે ઘા અને તે શહેરોના લશ્કરી તાલીમ પામ્યા વિનાના શહેરીઓ ભૂખમરાને કારણે લડવું અશક્ય થઈ પડે ત્યાં સુધી આલ્વાના લશ્કરી તાલીમ પામેલા સૈનિકે જેડે જમીન તેમજ સમુદ્ર ઉપર લડ્યા. સ્પેનિશ ધુંસરી કરતાં તે પિતે જેને કીમતી ગણતા હતા તે બધાને સમૂળગો નાશ તેમણે પસંદ કર્યો અને સ્પેનના સૈન્યને ડુબાડી દેવા કે પિતાની ભૂમિ ઉપરથી હાંકી કાઢવાને પિતાના બંધે તેડી નાખીને હેલેન્ડવાસીઓએ સમુદ્રનાં પાણી દેશના અંદરના ભાગમાં આવવા દીધાં. લડત જેમ જેમ આગળ ચાલતી ગઈ તેમ તેમ તે વધારે ને વધારે કઠેર બનતી ગઈ અને બંને પક્ષે અતિશય ઘાતકી બન્યા. રમણીય હાલેમ શહેરને ઘેરો ઘાલવામાં આવ્યું. તેના વતનીઓએ છેવટ સુધી તેનું રક્ષણ કર્યું, પણ આખરે તે હમેશની જેમ સ્પેનના લશ્કરે તે લુટયું અને તેના શહેરીઓની કતલ કરી. એ જ રીતે અલ્કમાર શહેરને પણ ઘેરે ઘાલવામાં આવ્યા પરંતુ બંધ તૂટી જવાથી તે બચી જવા પામ્યું. અને જ્યારે લીડનને દુશ્મનોએ ઘેરો ઘાલ્યો ત્યારે ભૂખમરે અને રોગચાળાથી ત્યાંના હજારો શહેરીઓ મરણ પામ્યા. લીડનનાં ઝાડ ઉપર એક લીલું પાંદડું બાકી રહ્યું નહોતું. એ બધાં પાંદડાં પણ શહેરીઓને ખાવાના કામમાં આવ્યાં. ત્યાંનાં સ્ત્રીપુરુષ ઉકરડા ઉપર નાખી દેવામાં આવેલા રાકના ટુકડાઓ માટે ભૂખે મરતા કૂતરાઓ સાથે લડતાં હતાં. આમ છતાં તેમણે લડત ચાલુ રાખી અને શહેરની દીવાલ ઉપર ઉભા રહીને ભૂખથી અધમૂઆ થઈ ગયેલા આ લેકએ દુશ્મનને પડકાર આપ્યા કર્યો. તેમણે સ્પેનના લશ્કરને જણાવ્યું કે અમે ઉંદર કે કૂતરા ઉપર અથવા તે બીજા કશા ઉપર જીવીશું પણ શરણે કદી નહિ થઈએ. “અને અમારા સિવાય બીજું બધું ખલાસ થઈ જશે ત્યારે અમારામાંને દરેક જણ પિતાના ડાબા હાથને આહાર કરીને જમણા હાથથી અમારી સ્ત્રીઓ, અમારી સ્વતંત્રતા તથા ધર્મનું પરદેશી જુલમગારની સામે રક્ષણ કરશે, એની