Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫૦૪
જગતના ઈતિહાસનું રેખાદર્શન આપણું લક્ષ ખેંચે છે. નેધરલૅઝના સ્પેન સામેના બળવાની વાત હું તને કહી ગયો છું. તેમની બહાદુરીભરી લડતને ઇતિહાસ ઝીણવટ પૂર્વક અભ્યાસ કરવા યોગ્ય છે. જે. એલ. મેલે નામના એક અમેરિકને આ વાતં યુદ્ધને મશદર ઈતિહાસ લખે છે. તે અતિશય રેચક છે અને વાંચતાં આપણને મુગ્ધ કરી દે એવે છે. સાડા ત્રણ વરસ પૂર્વે યુરોપના આ એક નાનકડા ખૂણામાં જે ઘટના બની હતી તેના આ ખ્યાન કરતાં વધારે હૃદયસ્પર્શી અને તન્મય કરનારી કઈ નવલકથા પણ હશે કે કેમ એ વિષે મને શંકા છે. એ પુસ્તકનું નામ “ડચ પ્રજાતંત્રને ઉદય’–‘ધી રાઈઝ ઑફ ધિ ડચ રિપબ્લિક” છે. નેધરલૅન્ડઝમાં હેલેંડ તો બેજિયમ એ બંને દેશોને સમાવેશ થાય છે. એ બંનેનાં નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે તે નીચાણના પ્રદેશ છે. હાલેંડ નામ પણ “હોલે લંડ” એટલે કે, પોકળ જમીન એ ઉપરથી પડયું છે. એ દેશનો મોટા ભાગને પ્રદેશ દરિયાની સપાટીથી નીચે છે અને ઉત્તર સમુદ્રનાં પાણી રોકવા માટે ત્યાં મેટા મેટા બંધો તથા દીવાલે બાંધવામાં આવી છે. એ બંધને “ડાઈક' કહેવામાં આવે છે. દરિયા સાથે નિરંતર ઝઘડતા આવા દેશમાં દરિયે ખેડનારા ખડતલ લેકે પાકે છે અને વારંવાર દરિયે ઓળંગનારા લેકે સામાન્ય રીતે વેપારજગારમાં પડે છે. એટલે નેધરલૅન્ડઝના લેકે વેપારીઓ બન્યા. તે લે કે ગરમ કાપડ તથા બીજી વસ્તુઓ ઉત્પન્ન કરવા લાગ્યા તથા પૂર્વના દેશના તેજાનાઓ પણ લાવવા લાગ્યા. પરિણામે ત્યાં આગળ બ્રુગેસ, ઘેન્ટ, અને ખાસ કરીને આન્ટવર્પ જેવાં સમૃદ્ધ અને ધંધારોજગારથી પીતાં શહેરે ઊભા થયાં. પૂર્વના દેશો સાથે વેપાર જેમ જેમ વધતે ગમે તેમ તેમ આ શહેરની સંપત્તિ વધતી ગઈ અને ૧૬મી સદીમાં આન્ટવર્ષ તે આખા યુરોપનું વેપારી પાટનગર અથવા કેન્દ્ર બન્યું એમ કહેવાય છે કે, એકબીજા સાથે માલને સેદ કરવાને ખાતર એના બજારમાં દરરોજ ૫૦૦૦ વેપારીઓ એકઠા થતા તથા તેના બારામાં એક વખતે ૨૫૦૦ જેટલાં વહણે લાંગરેલાં રહેતાં. તેના બંદરે પરદેશથી દરરોજ ૫૦૦ વહાણે આવતાં તથા એટલાં જ વહાણે દરરોજ ત્યાંથી સફરે ઉપડતાં. શહેરના રાજતંત્ર ઉપર આ વેપારી વર્ગને કાબૂ હતે.
રેફર્મેશનના ધાર્મિક વિચારે તરફ આકર્ષાય એ જ પ્રકારની આ વેપારી પ્રજા હતી. ત્યાં આગળ અને ખાસ કરીને ઉત્તરના પ્રદેશમાં