Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
८६ નેધરલેંડ્ઝનું સ્વાતંત્ર્ય યુદ્ધ
૨૭ ઑગસ્ટ, ૧૯૩૨ સોળમી સદીમાં લગભગ આખા યુરોપમાં રાજાઓ કેવી રીતે સર્વ સત્તાધીશ થઈ પડ્યા હતા તે હું આગલા પત્રમાં કહી ચૂક્યો છું. ઇંગ્લંડમાં ટયુડર અને સ્પેન તથા ઓસ્ટ્રિયામાં હસબર્ગ વંશના રાજાઓ હતા. રશિયા તેમજ જર્મનીના ઘણાખરા ભાગે તથા ઇટાલીમાં આપખુદ રાજાઓ હતા. આમ સ્પેરપણે રાજ્ય કરનારાઓમાં ફ્રાંસને રાજા ખાસ કરીને નમૂના રૂપ હતો. ત્યાં તે લગભગ આખું રાજ્ય રાજાની ખાનગી મિલકત ગણાતું હતું. ક્રાંસ તેમજ તેની રાજાશાહીને મજબૂત બનાવવામાં કાર્ડિનલ રિશેલિયે નામના એક અતિશય કુશળ પ્રધાને ભારે સહાય કરી. જર્મનીની નિર્બળતામાં પિતાની સલામતી તથા સામર્થ્ય રહેલાં છે એમ ફ્રાંસ હમેશાં માનતું આવ્યું છે. એથી કરીને રિશેલિએ – જર્મનીના પ્રોટેસ્ટને ખરેખાત ઉત્તેજન આપ્યું. આ રિશેલિયે એક સમર્થ કેથલિક ધર્માધિકારી હત અને ફ્રાંસના પ્રેટેસ્ટંટને તેણે નિર્દયતાથી કચરી નાખ્યા હતા. જર્મનીમાં આંતરિક સંઘર્ષ તથા અવ્યવસ્થા પેદા કરી એ રીતે તેને દુર્બળ બનાવવાને તેને હેતુ હતું. તેની એ નીતિને પૂરેપૂરી સફળતા મળી. આપણે આગળ જોઈશું કે જર્મનીમાં બૂરામાં બૂર આંતરવિગ્રહ સળગે અને તેને લીધે દેશનું સત્યાનાશ વળ્યું.
સત્તરમી સદીના મધ્ય ભાગમાં ક્રાંસમાં પણ આંતરવિગ્રહ થયે હતા. એ દના વિગ્રહ તરીકે ઓળખાય છે. પરંતુ એમાં રાજાએ ઉમરા તથા વેપારીઓ બંનેને કચરી નાખ્યા. ઉમરાના હાથમાં હવે સાચી સત્તા રહી નહતી પણ તેમને પિતાને પક્ષે રાખવાને માટે રાજાએ તેમને અનેક પ્રકારની છૂટછાટ આપી. તેમને લગભગ કશે જ કર ભરવાને નહોતો. ઉમરાવર્ગ તથા પાદરીઓ કોઈ પણ પ્રકારના કરમાંથી સાવ મુક્ત હતા. કરવેરાને સઘળે બજે આમપ્રજા ઉપર અને ખાસ કરીને ખેડૂતવર્ગ ઉપર પડતું હતું. આ ગરીબ અને કંગાળ લેક પાસેથી ખૂંચવી લીધેલા પૈસામાંથી ભવ્ય અને આલશાન મહેલાતે ઊભી થઈ અને રાજાની આસપાસ ભારે ઠાઠમાઠવાળા દરબાર ઊભો છે.