Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સેળમી તથા સત્તરમી સદીમાં યુરેપમાં આપખુદી ૫૦૧ ક્રૂર તથા સંકુચિત પ્રકારના ધર્મની પરવા હતી. આખા દેશમાં ઈન્કિવઝીશનને દર ચાલતું હતું અને ધર્મભ્રષ્ટ કહેવાતાં સ્ત્રી પુરુષ ઉપર અતિશય ભીષણ અને કમકમાટીભર્યા અત્યાચારો ગુજારવામાં આવતા હતા. ત્યાં આગળ વખતોવખત જાહેર ઉસ જવામાં આવતા અને રાજા, રાજકુટુંબ દેશાવરના એલચીઓ તથા હજારો લે કોની મેદની સમક્ષ આ “ધર્મભ્રષ્ટ ગણુતાં સ્ત્રીપુરુષોના ટોળાને મેટી ચિતા ખડકી જીવતાં બાળી મૂકવામાં આવતાં. આ રીતે “ધર્મભ્રષ્ટ' યા નાસ્તિકને જાહેરમાં બાળી મૂકવા એ ધર્મિક કાર્ય કહેવાતું હતું. આ બધું આપણને આજે અતિશય ભયાનક અને હેવાનિયતભર્યું લાગે છે. પરંતુ યુરેપનો એ કાળનો ઈતિહાસ આપણે માની ન શકીએ એટલી હિંસા, ભયંકર અને હેવાનિયતભરી કૂરતા તથા ધર્માધતાથી ભરેલું છે.
સ્પેનનું સામ્રાજ્ય લાંબે કાળ ન ટક્યું. નાનકડા હેલેંડની વીરત્વભરી લડતે તેને ચમચાવી મૂક્યું. થોડા વખત પછી ૧૫૮૮ની સાલમાં ઈંગ્લેંડ જીતી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમાં ભારે નિષ્ફળતા મળી અને સ્પેનના લશ્કરને લઈ જનાર “અજેય નૌકા કાલે' ઈગ્લેંડના કિનારા સુધી પણ પહોંચી શક્યો નહિ. એ કાફેલે ભરદરિયે તેફાનને લીધે છિન્નભિન્ન થઈ ગયું. પણ એમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી, કેમકે એ નકા કાફલાના સેનાપતિને વહાણે કે સમુદ્ર વિશે લેશમાત્ર પણ ગતાગમ નહોતી. સાચે જ તેણે શહેનશાહ ફિલિપ પાસે જઈને સેનાપતિની પદવી ઉપરથી પિતાને છૂટો કરવાની નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી હતી અને જણાવ્યું કે દરિયાઈયુદ્ધની વ્યુહરચનાની બાબતમાં હું સાવ અજાણું છું તથા હું સારે ખલાસી પણ નથી. પણ આના જવાબમાં રાજાએ જણાવ્યું કે “ખુદ ઈશ્વર એ કાફલાની દોરવણી કરશે!
આમ ધીમે ધીમે સ્પેનનાં સામ્રાજ્યનો લય થશે. પાંચમા ચાલ્સના અમલ દરમ્યાન કહેવાતું હતું કે તેના સામ્રાજ્યમાં સૂર્ય કદી આથમતે નથી. આ જ વચન આજના પણ એક ગર્વિક અને ઘમંડી સામ્રાજ્યની બાબતમાં ઘણી વાર ઉચ્ચારવામાં આવે છે.