Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
નેધરલેન્ડ્ઝનું સ્વાતંત્ર્ય યુદ્ધ
૫૦૩ પેરિસ પાસે આવેલા વર્તાઈ નગરની તે મુલાકાત લીધી હતી તે તને યાદ છે ખરી? ત્યાં આગળની આલશાન મહેલાતે આજે આપણે જેવા જઈએ છીએ તે સત્તરમી સદીમાં ક્રાંસના ખેડૂતોના રુધિરમાંથી ઊભી થઈ હતી. વસઈ એ તે આપખુદ અને બેજવાબદાર રાજાશાહીનું પ્રતીક હતું; વળી બધી રાજાશાહીને અંત આણનાર ઇંચ ક્રાંતિનું એ પુરોગામી બન્યું એમાં જરાયે તાજુબ થવા જેવું નથી. પરંતુ એ સમયે તે હજી કાંતિ બહુ દૂર હતી. એ સમયે ૧૪ મે લઈ રાજ્ય કરતા હતા. તે પિતાને “મહાન રાજા” કહેવડાવતા હતા અને પિતે રાજસૂર્ય છે તથા પિતાની આસપાસ દરબારના દરબારીઓ ગ્રહની માફક ફરે છે એવું તેનું વર્ણન તેને ગમતું. ૧૬૪૩થી ૧૭૧૫ સુધી એટલે કે ૭૨ વરસ જેટલા દીર્ઘકાળ સુધી તેણે રાજ્ય કર્યું અને મેઝેરીને નામને બીજે એક મહાન કાર્ડિનલ તેનો વડો પ્રધાન હતું. ટોચ ઉપર તે ભારે દબદબે અને વૈભવવિલાસ જણાતાં હતાં અને રાજ તરફથી સાહિત્ય, વિજ્ઞાન તથા કળાને આશ્રય આપવામાં આવતા હતા, પરંતુ દબદબા અને ભપકાના એ આછા આવરણ નીચે અતિશય દુઃખ અને હાડમારી પ્રવર્તતાં હતાં. એ જમાને “વિગ” એટલે કે, માથે પહેરવાની જુલફાંવાળી ટોપીઓ તથા શરીર ઉપર પહેરવાનાં સુંદર સુંદર વસ્ત્રાભૂષણેને હતું. પરંતુ એ સુંદર વસ્ત્રો કે વિગે ભાગ્યે જ દેવામાં આવતાં અને તે મેલ અને ગંદકીથી ભરપૂર હતાં.
આપણે બધા ઉપર ઓળદમાક તથા દબદબાની બહુ અસર પડે છે. એટલે તેના લાંબા રાજકાળ દરમ્યાન ૧૪મા લુઈએ આખા યુરેપ ઉપર ભારે અસર પાડી તેમાં જરાયે તાજુબ થવા જેવું નથી. એ નમૂનેદાર રાજા લેખાતે હતો અને બીજા રાજાઓ તેની નકલ કરવાનો પ્રયાસ કરતા. પણ વાસ્તવમાં આ “મહાન” રાજા આખરે કે હતે ? કાર્બાઈલ નામનું એક નામાંકિત અંગ્રેજ લેખક એને વિષે કહે છે કે, “તમારા રાજા ૧૪મા લૂઈ ઉપરથી બાદશાહને વેશ ઉતારી લે પછી વિચિત્ર રીતે કોતરી કાઢેલું માથું તથા બે પાંખિયાં વાળા ગાજર સિવાય તેનામાં બીજું શું બાકી રહે છે વારુ?” આ બહુ કઠેર વર્ણન છે અને તે ઘણું ખરા રાજાઓ તથા સામાન્ય લોકોને પણ લાગુ પડે છે.
૧૪મા લઈને ઈતિહાસ આપણને ૧૭૧૫ની સાલ એટલે કે ૧૮મી સદીના આરંભ સુધી લઈ જાય છે. એ કાળ દરમ્યાન યુરેપના બીજા દેશમાં ઘણું બનાવો બની ગયા અને એમાંના કેટલાક બનાવે