Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫૦૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન નાગરિક સ્વાતંત્ર્ય માટેનું યુદ્ધ લડાયું તથા જિતાયું. એ દેશ તે બહુ નાને હતું પરંતુ તેનું યુદ્ધ તે મહાન હતું, કેમકે તે સમયના યુરોપના સૌથી બળવાન રાજ્ય સ્પેન સામેનું એ યુદ્ધ હતું. આમ નેધરલૅઝે આગેવાની લીધી અને યુરોપને તેણે માર્ગ બતાવ્યું. એ પછી ઈગ્લેંડમાં પ્રજાના સ્વાતંત્ર્ય માટેની લડાઈ જન્મી. એ લતે ત્યાંના એક રાજાના માથાને ભેગ લીધે અને તે સમયની પાર્લામેન્ટને વિજય આપે. આપખુદી સામેની મધ્યમ વર્ગની લડતમાં આમ નેધરલેન્ડઝ તથા ઇંગ્લડે આગળ પડતે ભાગ ભજવ્યું. અને એ દેશમાં મધ્યમ વર્ગ વિજયી થયે તેથી કરીને નવી પરિસ્થિતિને તે લાભ ઉઠાવી શક્યો તથા બીજા દેશથી તે આગળ નીકળી ગયો. એ બંને દેશેએ પછીથી બળવાન નકાકાફલા બાંધ્યા, બંનેએ દૂરદૂરના દેશો સાથે વેપાર ખીલ અને એ બંનેએ એશિયામાં પિતાના સામ્રાજ્યનો પાયો નાખ્યો.
આ પત્રમાં હજી સુધી આપણે ઇંગ્લેંડ વિષે ઝાઝી વાત નથી કરી. એને વિષે ઝાઝું કહેવા જેવું હતું જ નહિ; કેમકે યુરોપમાં ઈંગ્લેંડ એ બહુ મહત્ત્વના દેશ નહોતે. પણ હવે પરિસ્થિતિ બદલાય છે અને આપણે આગળ ઉપર જોઈશું કે ઈગ્લેંડ બીજા દેશોની આગળ નીકળી જાય છે. મૅકાર્ટી, પાર્લમેન્ટને આરંભ તથા ખેડૂત વર્ગની હાડમારી અને જુદા જુદા રાજવંશે વચ્ચેના આંતરવિગ્રહ વિષે આપણે આગળ વાત કરી ગયા છીએ. આ યુદ્ધો દરમ્યાન રાજાએ અનેક લેનાં ખૂન કરાવ્યાં તથા અનેકની કતલ કરી. આ લડાઈમાં સંખ્યાબંધ ફક્યૂડલ ઉમર મરાયા અને એ રીતે એ વર્ગ નબળી પડ્યો. પછીથી નો રાજવંશ – ટયુડર વંશ – ગાદી ઉપર આવ્યો. એ વંશના રાજાઓએ સારી પેઠે આપખુદીને અમલ કર્યો. આઠમે હેત્રી તથા તેની પુત્રી દલીઝાબેથ ટયુડર વંશનાં હતાં.
સમ્રાટ પાંચમા ચાર્લ્સના મરણ પછી તેના સામ્રાજ્યના ભાગલા પડી ગયા. સ્પેન તથા નેધરલૅઝ તેના પુત્ર બીજા િિલપના હાથમાં આવ્યાં. સ્પેનનું રાજ્ય એ સમયે યુરોપમાં સર્વોપરી મનાતું હતું અને તેને રાજાઓ સાથી બળવાન લેખાતા હતા. તેને યાદ હશે કે પર અને મેકિસકે તેના તાબામાં હતાં તથા અમેરિકામાંથી ત્યાં સેનાને પ્રવાહ વહેતું હતું. પરંતુ લંબસ, કે તથા પઝેરી જેવા પુરુષે ત્યાં પાક્યા હોવા છતાંયે ન નવીન પરિસ્થિતિને લાભ ન ઉઠાવી શકયું. વેપારરોજગારમાં તેને રસ નહે. તેને તે કેવળ અતિશય