Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૯૮
જગતના ઇતિહાસનું રેખાદરા ન
કળાને એમાં અપવાદરૂપ ગણી શકાય~~~માટે ભાગે રાજદરબારની કળા હતી, એ જનતાની અથવા તે આમ પ્રજાની કળા નહોતી. ઇટાલીના મહાન કળાકારો — જેમાંના કેટલાકનાં નામેાને મે આગળ ઉપર ઉલ્લેખ કર્યાં છે --~~ પછી નવજીવનના યુગના પાછળના ભાગમાં ત્યાંની કળા નજીવી અને ક્ષુલ્લક બની ગઈ.
આમ સોળમી સદીમાં યુરોપ કૅથલિક તથા પ્રોટેસ્ટંટ એવા બે સંપ્રદાયના રાજાઓમાં વહેંચાઈ ગયું. એ સમયે તેા રાજાઓની જ ગણના થતી. તેમની પ્રજાએ કશી વિસાતમાં નહેાતી. ઇટાલી, જર્મની, આસ્ટ્રિયા, ફ્રાંસ અને સ્પેન વગેરે દેશો અડધા પ્રોટેસ્ટ અને અડધા કૅથલિક હતા. લગભગ આખુ ઇંગ્લેંડ પ્રોટેસ્ટંટ હતું કેમકે ત્યાંના રાજાને એ ફાવતું આવ્યું હતું. વળી ઇંગ્લેંડ પ્રોટેસ્ટંટ હતું એ આયર્લૅન્ડને કૅથલિક સંપ્રદાયને વળગી રહેવા માટે પૂરતું કારણ હતું; કેમકે ઇંગ્લંડ તેને જીતી લેવા તથા તેનું દમન કરવા મથતું હતું. પરંતુ પ્રજાના ધર્મ એ બહુ મહત્ત્વની વસ્તુ નથી એમ કહેવું એ બરાબર નથી. આખરે તો તે અવશ્ય અસરકારક નીવડે છે અને એને કારણે અનેક વિગ્રહો તથા ક્રાંતિ થવા પામ્યાં છે. પરંતુ ધાર્મિક બાજુને રાજકીય તેમજ આર્થિક બાજુએથી જુદી પાડવી મુશ્કેલ છે. જ્યાં આગળ નવા વેપારી વર્ગ બળવાન થતા જતા હતા ત્યાં, ખાસ કરીને, રેશમ સામે પ્રોટેસ્ટંટ મળવા જાગ્યા એ વસ્તુ મને લાગે છે કે, હું તને આગળ ઉપર કહી ચૂક્યો છું. આમ આપણે જોઈ શકીએ છીએ કે ધર્મને વેપાર સાથે પણ સબંધ છે. વળી, કેટલાક રાજાઓ ધાર્મિક સુધારણાની હિલચાલથી ડરતા હતા કેમકે તેમને એમ લાગતું હતું કે ધાર્મિક સુધારણાના ઓઠા નીચે સામાજિક ક્રાંતિ થાય અને પરિણામે કદાચ તેમની સત્તા પણ ઉથલાવી પાડવામાં આવે. એક આદમી પોપની ધાર્મિક સત્તાના સામના કરે તે પછી તે રાજા કે ઉમરાવની રાજકીય સત્તાને પડકાર કેમ ન કરે? આ સિદ્ધાંત રાજા માટે બહુ જોખમકારક હતા. તેઓ તેા હજી રાજ્ય કરવાના તેમના દૈવી હ ઉપર જ મુસ્તાક હતા. પ્રોટેસ્ટંટ પંથના રાજા પણ તેમને આ હક્ક જતો કરવા તૈયાર નહોતા.
અને આમ ‘રેકર્મેશન ’ની હિલચાલ ચાલતી હોવા છતાં પણ યુરોપના રાજાઓના હાથમાં નિરંકુશ સત્તા હતી. પૂર્વે કાઈ પણ સમયે તે એટલા પ્રમાણમાં આપખુદ નહેાતા. પહેલાં તે ચૂડલ ઉમરાવાન
*