Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સેાળસી તથા સત્તરમી સદીમાં યુરેપમાં આપખુદી ૪૯૭ મર્યાદિત નહતી. ઈરાન તેમ જ મધ્ય એશિયામાં આવેલા ખેારાસાનમાં પણ સુંદર ચિત્રા નિર્માણ થઈ રહ્યાં હતાં.
"
આપણે આગળ જોઈ ગયા કે વાયવ્ય ખૂણામાંથી આવીને બાબરે હિંદમાં નવા રાજવંશ સ્થાપ્યા હતા. જ્યારે યુરોપમાં સમ્રાટ પાંચમા ચાર્લ્સ અને કૉન્સ્ટાન્ટિનેપલમાં સુલેમાન રાજ્ય કરતા હતા ત્યારે ૧પર૬ની સાલમાં એ બનાવ બન્યા હતા. બાબર તેમજ તેના તેજસ્વી વંશજો વિષે આગળ ઉપર ઘણું કહેવાનું થશે. અહીં એ વસ્તુ લક્ષમાં રાખવા જેવી છે કે ખુદ બાબર પણ · રેનેસાંસ ' અથવા તે નવજીવનના યુગના રાજાઓની પ્રતિના જ રાજકર્તા હતા. જો કે યુરોપના તે કાળના રાજાઓ કરતાં તે ચડિયાતા હતા. તે સાહસિક અને નસીબ સાથે જુગાર ખેલનાર હતા એ ખરુ. પરંતુ સાથે સાથે તે સાહિત્ય તથા કળાના શેખીત શૂરા સરદાર પણ હતા. એ કાળના ઇટાલીના રાજાએ પણ સાહસિક તેમજ સાહિત્ય અને કળાના શોખીન હતા તથા તેમના નાનકડા દરબારો બહારની ભભકથી ઝળહળતા હતા. તે સમયે ફ્લોરેન્સમાં મેયી તથા ખેોર્જિયા કુળા બહુ મશહૂર હતાં. પરંતુ એ સમયન! ઇટાલીના બધા તથા યુરોપના ઘણાખરા રાજાએ મૅકિયાવેલીના સાચા અનુયાયીઓ હતા. તે કાવતરાખાર, કાવાદાવામાં રચ્યાપચ્યા રહેનારા તથા આપખુદ હતા અને પોતાના દુશ્મનાનું કાસળ કાઢવા ઝેર તથા મારાના ઉપયોગ પણ કરતા હતા. જેમ તેમના નાના નાના દરબારની અકબર, જહાંગીર તથા અન્ય મોગલ બાદશાહેાના દિલ્હી કે આગ્રાના દરબારની સાથે સરખામણી કરી શકાય નહિ, તે જ રીતે ખાખર જેવા ઉમદા યોદ્ધાની આ ટાળા સાથે તુલના કરવી ભાગ્યે જ ઉચિત ગણાય. એવું કહેવાય છે કે આ મોગલ બાદશાહના દરબારા ભવ્ય હતા અને સમૃદ્ધિ તથા ભભકામાં કદાચ તે પહેલાંના કાઈ પણ દરબારને આંટી જાય એવા હતા.
આપણે બિલકુલ અજાણપણે યુરોપથી હિંદુસ્તાનની વાત ઉપર આવી પડ્યાં. પરંતુ યુરોપના ‘રેનેસાંસ' યા નવલ્ક્યનના યુગ દરમ્યાન હિંદમાં તથા અન્યત્ર શું બની રહ્યું હતું તેની મારે તને જાણ કરવી હતી. એ કાળમાં તુ, ઈરાન, મધ્ય એશિયા તથા હિંદમાં પણ પ્રવૃત્તિ ચાલુ હતી. ચીનમાં આ મિંગ વંશના અમલ નીચે શાંતિ તથા સમૃદ્ધિના કાળ હતા. એ સમયે કળાએ ત્યાં બહુ ભારે પ્રગતિ સાધી હતી. પરંતુ નવજીવનના યુગની આ બધી કળા કદાચ ચીનની
ज-३२
-