Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
સેળમી તથા સત્તરમી સદીમાં યુરોપમાં આપખુદી ૪૯૫
જ્યારે આ રેનેસાંસ અથવા નવજીવન અને રેફર્મેશનની હિલચાલે તથા આર્થિક ઉથલપાથલ યુરોપની સિકલ બદલી રહી હતી ત્યારે તેની રાજકીય ભૂમિકા કેવી હતી? ૧૬મી તથા ૧૭મી સદીમાં યુરોપને નકશે કે હતે? આ ૨૦૦ વર્ષના ગાળામાં અલબત્ત યુરોપને નકશે. બદલાતો રહ્યો હતો. એટલે ૧૬મી સદીના આરંભમાં તે ન કેવો હતે તે આપણે જોઈશું.
યુરોપની દક્ષિણ-પૂર્વમાં કૉન્સ્ટાટિનેપલ તુર્કોના હાથમાં આવ્યું છે અને તેમનું સામ્રાજ્ય છેક હંગરીની સીમા સુધી વિસ્તર્યું છે. દક્ષિણપશ્ચિમ ખૂણામાં આરબ વિજેતાઓના સેરેસન વંશજેને ગ્રેનેડામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે અને સ્પેન ફર્ડિનાન્ડ તથા ઇઝાબેલાના સંયુક્ત શાસન નીચે ખ્રિરતી રાજ્ય તરીકે ફરીથી ઊભું થયું છે. સ્પેનમાં ખ્રિસ્તીઓ અને મુસલમાન વચ્ચે સદીઓ સુધી ચાલેલા ઝઘડાઓને કારણે સ્પેન વાસીઓ પિતાના કૅથલિક ધર્મને અતિશય દઢતા અને આવેશપૂર્વક વળગી રહ્યા. સ્પેનમાં જ ભીષણ ઈન્કવઝીશનની સ્થાપના થઈ હતી. અમેરિકાની ધની જાદુઈ અસર તથા ત્યાંથી આવતી દેલતને કારણે સ્પેન યુરોપના રાજકારણમાં આગળ પડતો ભાગ લેવા માંડે છે.
યુરોપના નકશા તરફ ફરીથી નજર કર. કાંસ તથા ઇંગ્લંડ આજે છે તેવાં જ હવે આપણને દેખાય છે. યુરોપના નકશાની મધ્યમાં સામ્રાજ્ય આવેલું છે. તે ઘણું જર્મન રાજ્યમાં વહેંચાયેલું છે અને એ બધાં લગભગ સ્વતંત્ર છે. રાજાઓ, યુકે, બિશપ તથા ઇલેકટરે એટલે કે સમ્રાટની ચૂંટણી કરવાના હકદાર રાજાઓ વગેરેના અમલ નીચેનાં નાનાં નાનાં રાજ્યોને એ અજબ પ્રકારનો શંભુમેળો છે. ત્યાં આગળ ખાસ પ્રકારના અધિકારો ભોગવતાં શહેરો પણ છે તથા ઉત્તરનાં શહેરેએ તે એકત્ર થઈને પોતાનું સમવાયતંત્ર પણ ઊભું કર્યું હતું. વળી ત્યાં આગળ સ્વિટ્ઝરલેંડનું પ્રજાતંત્ર પણ છે. તે વસ્તુતઃ સ્વતંત્ર છે પણ તેને હજી એવી વિધિપુર:સરની માન્યતા મળી નથી. વળી આ ઉપરાંત વેનિસનું પ્રજાતંત્ર, ઉત્તર ઈટાલીના નગર-પ્રજાતંત્રે; રેમની આસપાસને પિપનાં રાજ્ય તરીકે ઓળખાતો પ્રદેશ તથા તેમની દક્ષિણે આવેલાં નેપલ્સ તથા સિસિલીનાં રાજ્ય છે. પૂર્વમાં સામ્રાજ્ય અને રશિયા વચ્ચે પોલેંડ તથા હંગરી છે અને ઉસ્માની તુર્કી તેના ઉપર પિતાને પંજો ઉગામી રહ્યા છે. એથી આગળ પૂર્વમાં સુવર્ણ જાતિના મગની ઘૂંસરી ફગાવી દઈને નવું વિકસતું અને બળવાન થતું જતું