Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન અપમાનજનક વર્તન સામે અણગમે દર્શાવવામાં ન આવ્યું. જેનોસામાં ઉઘાડે પગે બરફમાં ઊભેલા સમ્રાટ સાથે ફ્રાંસના રાજાના દૂતના આ કાર્યની તુલના કરી જે
થોડાંક વરસ પછી ૧૩૦૯ની સાલમાં નવા પિપે–તે કાને વતની હતા – ફ્રાંસમાં આવિયોં શહેરમાં પિતાનું રહેઠાણ કર્યું. અહીં તેઓ ફ્રાંસના રાજાઓના પ્રભુત્વ નીચે ૧૮૭૭ની સાલ સુધી રહ્યા. ૧૮૭૮ની સાલમાં પિની ચૂંટણી કરનાર કાર્ડિનલના મંડળમાં (કોલેજ ઓફ કાર્ડિનલ્સ) તીવ્ર મતભેદ ઊભો થશે અને પરિણામે એ મંડળમાં મોટું તડ” (ગ્રેટ સિઝમ) પડ્યું. કાર્ડિનલેના બંને પક્ષેએ પિતાપિતાને જુદો પિપ ચૂંટો અને પરિણામે બે પિપ ચૂંટાયા. એક પિપ રેમમાં રહેવા લાગે. સમ્રાટ તથા ઉત્તર યુરોપના ઘણાખરા દેશના લેકે તેને માનતા હતા. બીજે ૫િ “વિરોધી-પપ' (ઍન્ટી પિપ) તરીકે લેખાવા લાગે. તે આવિયમાં રહેતે હતે. ફ્રાંસના રાજા તથા તેના કેટલાક પક્ષકારે તેને આશરે આપતા હતા. પિપ તથા વિરોધી પિપ એકબીજા ઉપર શાપ વરસાવતા અને પરસ્પર એકબીજાને ધર્મબહાર મૂકતા. ચાળીસ વરસ સુધી આમ ચાલ્યું. ૧૪૧૭ની સાલમાં સમાધાન થયું અને રોમના પિપને બંને પક્ષોએ પિપ તરીકે ચૂંટી કાઢ્યો. પરંતુ બંને પોપ વચ્ચેના
આ નામોશીભર્યા ઝઘડાની યુરોપના લંકા ઉપર બહુ ભારે અસર થઈ હશે. જે પાદરીઓ અને પિતાને ઈશ્વરના પૃથ્વી ઉપરના પ્રતિનિધિ તરીકે ગણાવનારાઓ પણ આ રીતે વર્તે તે પછી જનતા પણ તેમની પવિત્રતા અને ઈમાનદારી વિષે શંકા કરતી થાય જ. એથી કરીને ધાર્મિક સત્તાની અંધ તાબેદારીમાંથી લેકેને ચળાવવામાં આ ઝઘડાએ ભારે સહાય કરી. પરંતુ તેમને હજીયે વધારે હચમચાવવાની જરૂર હતી.
વિક્લીફ નામને અંગ્રેજ ચર્ચની કંઈક છૂટથી ટીકા કરનારાઓમાને એક હતે. તે પિતે પાદરી હતું અને ફર્ડમાં અધ્યાપકનું કામ કરતું હતું. અંગ્રેજીમાં બાઈબલના પ્રથમ અનુવાદ કરનાર તરીકે તે પ્રખ્યાત છે. તેની ધ્યાતી દરમ્યાન તે તે પિપના ખોફમાંથી ઊગરી જવા પામ્યું હતું. ૧૪૧૫ની સાલમાં એટલે કે તેના મરણ પછી ૩૧ વરસ બાદ ચર્ચની સભાએ તેનાં અસ્થિ ખોદી કાઢી તેને બાળી મૂકવાની આજ્ઞા ફરમાવી ! અને સાચે જ એમ કરવામાં આવ્યું પણ ખરું.
વિકલીફનાં અસ્થિ તે ખોદી કાઢીને બાળી મૂકવામાં આવ્યાં પરંતુ તેના વિચારોને રૂંધી શકાયા નહિ. તે તે ઊલટા વધારે ફેલાવા લાગ્યા.