Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૭૩
દરિયાઈ માર્ગોની શેાધ
૩ જુલાઈ, ૧૯૩૨
યુરોપના ઇતિહાસમાં હવે આપણે એવે ટાંકણે આવી પહોંચ્ય છીએ કે જ્યારે ત્યાં આગળ મધ્યયુગીન દુનિયા પડી ભાંગવા માંડે છે અને તેને ઠેકાણે નવી સમાજવ્યવસ્થા ઉદ્ભવે છે. મેાબૂદ પરિસ્થિતિ પરત્વે ત્યાં આગળ અસતોષ અને અણગમો પેદા થાય છે અને એવી લાગણી પરિવર્તન તથા પ્રગતિની જનેતા બને છે. ડ્યૂડલ વ્યવસ્થા અને ધર્મતત્રથી જે જે વર્ગો ચુસાતા હતા તે બધા અસંતુષ્ટ બન્યા હતા. આપણે આગળ જોયું કે ખેડૂત લોકા ઠેર ઠેર ખંડ કરતા હતા. પરંતુ ખેડૂતવર્ગ હજી બહુ પછાત અને લાચાર હતો, એટલે આ ડાથી તેને કશો લાભ ન થયા. તેમને દિવસ હજી હવે પછી આવવાના હતા. ખરો ઝઘડો તો જૂના ચૂડલ વર્ગ અને જાગ્રત થઈ ગયેલા તથા બળવાન બનતા જતા નવા મધ્યમ વર્ગ અથવા બૂઝ્વાઝી વચ્ચે હતા. ચૂડલ વ્યવસ્થામાં સંપત્તિનો આધાર જમીન ઉપર હતા સાચું કહીએ તે જમીન એ જ સંપત્તિ હતી. પણ હવે ા નવીન પ્રકારની સંપત્તિ એકઠી થવા લાગી હતી અને તે જમીનમાંથી પેદા થતી નહોતી. એ વેપારરોજગાર અને પાકા માલ અનાવવાના વ્યવસાયમાંથી પેદા થતી હતી. એને લીધે નવા મધ્યમ વને અથવા મૂઝવાઝી એટલે કે ભદ્રલોકને ભારે લાભ થયા અને પરિણામે તે બળવાન બન્યા. આ ઝઘડા તો ઘણા જૂના હતો પણ હવે અને પક્ષની પરિસ્થિતિમાં થયેલો પલટા આપણા જોવામાં આવે છે. ફ્યૂડલ વ્યવસ્થા હજી ચાલુ હતી પરંતુ તેણે બચાવની નીતિ અખત્યાર કરી હતી. મધ્યમ વર્ગને પોતાના નવા બળમાં વિશ્વાસ હતા અને તે હવે આક્રમણાત્મક વલણ ધારણ કરે છે. આ લડત સેંકડો વરસ સુધી ચાલુ રહે છે અને તેમાં મધ્યમ વર્ગની ઉત્તરોત્તર જીત થતી જાય છે. યુરોપના જુદા જુદા દેશોમાં આ લડત ભિન્ન ભિન્ન સ્વરૂપ ધારણ કરે છે. પૂર્વ યુરોપમાં હજી એવા ઝઘડા જેવું કશું દેખાતું નથી. મધ્યમ વર્ગ પહેલવહેલા પશ્ચિમ યુરોપમાં આગળ આવે છે.