Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદના એક વિકટ પ્રશ્નનો ઉકેલ
૪૩૧
ગયેલી બદી દૂર કરવાના પ્રયત્નો કર્યાં છે. બુદ્ધ એમાંના સાયી મહાન સુધારક હતા. આમી સદીમાં થઈ ગયેલા શંકરાચાય વિષે પણ મેં તને વાત કરી છે. ત્રણસો વરસ પછી અગિયારમી સદીમાં દક્ષિણ હિંદમાં ચાલ સામ્રાજ્યમાં એક બીજા મહાન સુધારક થઈ ગયા. તે શંકરથી ભિન્ન વિચારસરણી ધરાવનારાઓના આગેવાન હતા. તેમનું નામ રામાનુજ હતું. શ ંકર શૈવમાર્ગી બુદ્ધિપ્રધાન પુરુષ હતા. રામાનુજ વૈષ્ણવ હતા અને શ્રદ્ઘાપ્રધાન પુરુષ હતા. રામાનુજની અસર હિંદભરમાં ફેલાઈ. મેં તને આગળ ઉપર કહ્યું છે કે, રાજકીય દૃષ્ટિએ હિંદ ઘણાં પરસ્પર વિરોધી રાજ્યોમાં વહેંચાઈ ગયું હશે પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ સમગ્ર ઇતિહાસકાળ દરમ્યાન તે એક અને અવિભાજ્ય રહ્યું છે. જ્યારે જ્યારે કાઈ મહાપુરુષ કે મહાન આંદોલન પેદા થયાં છે ત્યારે ત્યારે રાજકીય સીમાઓ વટાવીને તેમની અસર આખા હિંદુસ્તાનમાં ફરી વળી છે.
ઇસ્લામ હિંદુસ્તાનમાં ઠરીઠામ થયા પછી હિંદુ તેમજ મુસલમાનામાં નવા જ પ્રકારના સુધારકા પેદા થયા. તેમણે બંને ધર્માંની સમાન બાબતો ઉપર ભાર મૂકાને તથા ઉભયનાં ક્રિયાકાંડો અને ધાર્મિક વિધિ ઉપર પ્રહારો કરીને અને ધર્માંને એકબીજાની વધારે નજીક લાવવા પ્રયત્ન કર્યા. એ બંને ધર્મોના સમન્વય કરવાને એટલે કે તેમનું એક પ્રકારનું મિશ્રણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ આ કાર્યાં બહુ મુશ્કેલ હતું; કેમકે ઉભય પક્ષે અતિશય બેદિલી અને ભારે પૂર્વગ્રહેા રહેલા હતા. પણ આપણે આગળ ઉપર જોઈશું કે સદીએ સદીએ એવા પ્રયાસા થયા હતા. કેટલાક મુસલમાન શાસકેએ અને ખાસ કરીને અકબરે પણ આવે! સમન્વય કરવા માટે પ્રયાસ કર્યાં હતા.
ચૌદમી સદીમાં થઈ ગયેલા રામાનંદ એ આ પ્રકારના સમન્વય ઉપદેશનાર સૌથી પહેલા અને જાણીતા ઉપદેશક હતા. તેમણે ન્યાતોની સામે પ્રચાર કર્યાં અને ન્યાતનાં અંધનેાની અવગણના કરી. તેમના શિષ્યોમાં કશ્મીર નામના એક વણકર શિષ્ય હતા. પાછળથી તે તે પોતાના ગુરુ કરતાંયે વધારે મશદૂર થયા. કખીર તો ખૂબ જ લોકપ્રિય થયા. તને કદાચ ખબર હશે કે તેમનાં હિંદી ભજના ઉત્તર હિંદનાં દૂર દૂરનાં ગામડાંઓમાં આજે પણ ખૂબ પ્રચલિત છે. તે નહાતા મુસલમાન કે નહાતા હિંદુ. તે કાં તો અને હતા અથવા તે એ એના મધ્યસ્થ હતા. બંને ધર્મના અને બધી ન્યાત-જાતના લોકેામાંથી તેમના શિષ્યા થયા હતા. તેમને વિષે એક એવી વાત ચાલે છે કે તેમના મરણ